બનાસડેરીની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારે આજે બનાસડેરી નું તમામ નિયામક મંડળ બિન હરીફ થયું છે ચેરમેન શંકર ચૌધરી ના સમર્થન મા બનાસડેરી નું નિયામક મંડળ બિન હરીફ થયું છે.
એશિયાની સૌથી મોટી બનાસ ડેરી નું નિયામક મંડળ બિનહરીફ થયું છે. 16 બેઠકો બિનહરિફ થઈ છે. ત્યારે વડગામ બેઠક પરથી બનાસડેરીની ચૂંટણી લડી રહેલા કેસર ચૌધરીએ પણ મોવડી મંડળના આદેશથી ફોર્મ પરત ખેંચવાનો નિર્ણય કરતા વિવાદો નો અંત આવ્યો છે. આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે જ 9 બેઠકો બિનહરીફ થઈ હતી. અને ત્યારબાદ પાંચ છ અને સાત તારીખે તમામ ફોર્મ પાછા ખેંચાયા હતા. જોકે ૧૬ બેઠકો માટે આ બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણી હતી. અને એ ચૂંટણી પુરી થઈ છે. અને તમામ બેઠકો બિનહરીફ થઇ છે 16માં બેઠકો બિનહરિફ થઈ છે.
બનાસડેરીની ચૂંટણી અગાઉ ચેરમેન શંકર ચૌધરીએ ચૂંટણી બિન હરીફ થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જે આજે સાર્થક થઇ રહ્યો છે. અને તમામ મતદારો એ શંકર ચૌધરી પર વિશ્વાસ મૂકી અને તેમને સમર્થન આપ્યું છે. બીજી વાર બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરી ની વરણી થશે. ત્યારે અગાઉ બનાસડેરીની ચૂંટણી લઈને જે વિવાદ હતા પેનલ બનવાની વાત હતી.
સાંસદ પરબત પટેલ બનાસ ડેરીના વાઇસ ચેરમેને માવજી દેસાઈ વડગામ બેઠકના કેસર ચૌધરી પાલનપુર બેઠક પરથી ભટોળ સહિતના આગેવાનો ચૂંટણી અગાઉ પેનલ બનાવવાની તૈયારીમાં હતા. પરંતુ જિલ્લાના બનાસડેરીના મતદારોએ શંકર ચૌધરી માં વિશ્વાસ મુકતા વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ ફોર્મ પરત ખેંચ્યું છે. ત્યારે થરાદ બેઠક પરથી સાંસદ પરબત પટેલ બિનહરીફ થયા હતા. બનાસડેરીમાં 22 વર્ષ શાસન કરી ચૂકેલા પરથી ભટોળ એ પણ ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું હતું. અને મોવડી મંડળના આદેશ અનુસાર વડગામ બેઠક પરથી ચૌધરીએ પણ ફોર્મ પરત ખેંચવાની તૈયારી બતાવી છે. જોકે અત્યારે ૧૬ બેઠકો બિનહરિફ થઇ છે. અને બનાસ ડેરીનું નિયામક મંડળ આજે બિન હરીફ થયું છે.
1..રાધનપુર -શંકર ચૌધરી
2..સાંતલપુર -રાધાભાઈ આહિર
3..કાંકરેજ -અણદા ભાઈ પટેલ
4..વડગામ -દિનેશ ભટોળ
5..દાંતીવાડા -પરથી ભાઈ ચૌધરી
6..ધાનેરા -જોઈતાભાઈ પટેલ
7..દિયોદર -ઈશ્વર ભાઈ પટેલ
8..ભાભર -શામતા ભાઈ પટેલ
9..વાવ -રાયમલ ભાઈ ચૌધરી
10..થરાદ -પરબત પટેલ
11..દાંતા -દિલીપ સિંહ બારડ
12..અમીરગઢ -ભાવાભાઈ રબારી
13..પાલનપુર -ભરત પટેલ
14..લાખણી -ધુદાભાઈ પટેલ
15..ડીસા –
16..સુઇગામ -મુળજીભાઈ પટેલ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
