મુંબઇ,
બોલિવૂડ અભિનેતા વિક્કી કૌશલે ઉરી હુમલા પર આધારિત ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં શાનદાર એક્ટિંગ કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. ત્યારે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાથી વિક્કી કૌશલ ઘણો સંવેદનશીલ થઈ ગયો છે. વિક્કી કૌશલે શહીદ જવાનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી તેમજ તેણે શહીદ જવાનોના પરિવાર માટે આર્થિક મદદ કરવા સૌને આગળ આવવાની પણ અપીલ કરી હતી.અને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Deeply saddened and shocked to hear the news of the terror attack in #Pulwama . My heart goes out to the families of the brave CRPF soldiers we lost today and praying for the speedy recovery of those injured. 🙏
— Vicky Kaushal (@vickykaushal09) February 14, 2019
વિક્કી કૌશલે કહ્યું કે મને એવું લાગે છે કે મેં અંગતપણે કંઇક ગુમાવી દીધું છે. આતંકવાદને કડક જવાબ આપવો જોઈએ. એક દેશના હોવાથી આપણે એકસાથે આવવુ જોઈએ અને શહીદ જવાનના પરિવારને ભાવુકતાથી આર્થિક મદદ કરવી જોઈએ.આપણી પ્રાર્થનાઓ તેમની સાથે છે તેણે ટ્વિટમાં લખ્યું હતું કેપુલવામાં આતંકવાદી હુમલાના સમાચારથી મને ખૂબ દુઃખ થયું,
Actor Vicky Kaushal: It feels like a personal loss. A strong befitting answer must be given to terrorism. As a nation, we should come together & give the required support to the families of the martyrs, emotionally & financially. Our prayers are with them. #PulwamaAttack pic.twitter.com/2CBbainYnI
— ANI (@ANI) February 17, 2019
નોંધનીય છે કે વિક્કી કૌશલ ઉપરાંત બોલિવૂડના ઘણા અભિનેતા અભિનેત્રીઓએ શહીદ જવાનો માટે સંવેદનાઓ વ્યકત કરી હતી. પુલવામાં આતંકવાદી હુમલાની અમિતાભ બચ્ચન, લતા મંગેશકર, શાહરૂખ ખાન, સલમાન ખાને પણ નિંદા કરી હતી. સલમાને લખ્યું હતું કે મારી લાગણી દેશના જવાનો અને તેમના પરિવાર માટે છે જેમણે આપણી રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું છે.
