મુંબઇ,
બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જહાનવી કપૂર અને સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન પછી એક મોટા સ્ટાર કિડ્સની એન્ટ્રી થવા જઈ રહી છે. આ નામ છે જુનૈદ ખાન, આમિર ખાનનો સૌથી મોટો પુત્ર જુનૈદ પ્રથમ ડાયરેક્શનમાં પગ મુકવા જઈ રહ્યો હતો પરંતુ આમિર ખાનએ ખુલાસો કર્યો છે કે તે અભિનેતા તરીકે હિન્દી સિનેમામાં પગ મુકશે.

આમિર ખાનના પુત્રની એન્ટ્રી કઈ ફિલ્મથી થશે તેના વિશે ખુલાસો કરવામાં આવ્યો નથી. આમિરનું કહેવું છે કે અમે હાલ એક સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા છીએ. પણ આમિર ખાનએ જુનૈદની એન્ટ્રી માટે શરત પણ મૂકી છે. સ્ક્રીન ટેસ્ટ પસાર કરવાની શરત છે. આમિર જુનૈદને તેના નામના દમ પર બોલિવૂડમાં એન્ટ્રી આપવામાં માંગતા નથી. તેઓ જુનૈદના હુનર પર તેની ઓળખ બનાવામાં માને છે.

આમિર ખાનએ કહ્યું કે, “હું જુનૈદ માટે એક યોગ્ય સ્ક્રિપ્ટની શોધમાં છું. મેં તેનું કામ જોયું છે, તેથી ખૂબ જ ખુશી છે. હું સ્ક્રીન ટેસ્ટમાં વિશ્વાસ કરું છું. તેથી જ જુનૈદ પણ સ્ક્રીન ટેસ્ટ પસાર કર્યા પછી શરૂઆત કરે હું આ જ ઈચ્છું છું. આમિરે કહ્યું, “જો મારો પુત્ર સ્ક્રીન ટેસ્ટ પાસ ન કરી શકે તો મને નથી લાગતું કે તે સારો અભિનેતા બની શકે છે. આમિર ખાને કહ્યું, “જો મારી બાયોપિક ક્યારેય પણ બનાવામાં આવે તો મારો રોલ મારો પુત્ર તે ભૂમિકા ભજવે.” મને ખાતરી છે કે જુનૈદ સ્ક્રીન પર મારી ભૂમિકા સંપૂર્ણપણે ભજવી શકશે.
