Not Set/ કેબિનેટ નિર્ણય/ 9 ડીસેમ્બરે મળશે વિધાનસભાનું સત્ર

ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પૂર્ણ વિધાનસભા સત્ર મુદ્દે પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન વિધાનસભાનું ત્રણ દિવસનું ટુંકુ સત્ર મળશે 9 ડીસેમ્બરે મળશે વિધાનસભાનું સત્ર ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં આજે યોજવામાં આવેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઇ ગઇ છે. કેબિનેટ દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા હોવાની વાત ચર્ચામાં છે ખાસ કરીને ખેડૂતો મામલે મોટા નિર્ણયો લેવાયા હોવાની વાત ચર્ચામાં […]

Uncategorized
  • ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પૂર્ણ
  • વિધાનસભા સત્ર મુદ્દે પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન
  • વિધાનસભાનું ત્રણ દિવસનું ટુંકુ સત્ર મળશે
  • 9 ડીસેમ્બરે મળશે વિધાનસભાનું સત્ર

ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં આજે યોજવામાં આવેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઇ ગઇ છે. કેબિનેટ દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા હોવાની વાત ચર્ચામાં છે ખાસ કરીને ખેડૂતો મામલે મોટા નિર્ણયો લેવાયા હોવાની વાત ચર્ચામાં છે, જો કે, CM રૂપાણી સરકાર વતી લેવામાં આવેલા આ તમામ નિર્ણયો મામલે ડે. સીએમ આજે ચાર કલાકે પ્રેસ કોન્ફરન્સના માઘ્યમથી તમામ જાહેરાત કરશે. અંદાજ પ્રમાણે ખેડૂતો માટે, પાક વિમો, વળતર સર્વે, ટેકાનાં ભાવે પેદાશોની ખરીદી જેવા મામલે મહત્વની જાહેરાત કરવામાં આવે તેવી ચર્ચા છે.

બેઠક બાદ રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પોતાનાં એક નિવેદનમાં જાહેર કરવામાં આવ્યું છે કે, ગુજરાત વિઘનસભાનું આગમી વિધાનસભા સત્ર ક્યારે યોજાશે અને કેટલી અવધિ માટે યોજાશે. માહિતી આપતા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું કે, ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર ત્રણ દિવસનું ટુંકુ સત્ર હશે. આ સત્ર 9 ડીસેમ્બરે મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.