મુંબઇ,
નાના પડદા પરની ‘ઇશી મા’ તરીકે ઓળખાતી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીને ડિઝાઈનર બેલ્ટની નકલ પકવી પડી મોંધી. થયું એવું કે દિવ્યાંકા ઓલિવ કલરની ડ્રેસ પહેરીને એક ઇવેન્ટમાં પહોંચી હતી. આ ડ્રેસ સાથે તેણે એક બેલ્ટ લગાવ્યો હતો. હવે દિવ્યાંકાને શું ખબર હતી કે આ બેલ્ટને કારણે તે ટ્રોલ થઇ જશે.
ડાઈટ સબ્યા નામના એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટે દિવ્યાંકાની આ નકલિ બેલ્ટના વિશે જણાવતા પોસ્ટ કરી દીધી.ફેમસ ડીઝાઇનર્સની કોપીના વિશે જણાવનાર ડાઈટ સબ્યાએ જણાવ્યું કે “આ સબ્યસાચી બેલ્ટની ડિઝાઇન છે પરંતુ બેલ્ટ રિયલ નથી.”
https://www.instagram.com/p/BtIbE_gnbX9/?utm_source=ig_embed
ડાઈટ સબ્યાએ બે ફોટાઓનો કોલાજ શેર કર્યા છે. એક બાજુ, ઐશ્વર્યા રાયની રિયલ સબ્યાસાચી બેલ્ટ પહેરીને જોવા મળી રહી હતી. તો ત્યાં જ બીજા ફોટામાં તેના જેવી જ દિવ્યાંકા જોવા મળી રહી હતી. દિવ્યાંકાને ડાઈટ સબ્યાની પોસ્ટ બિલકુ પસંદ આવી નહતી. તેણીએ તે પોસ્ટ “અશ્લીલ અને કઠોર” તરીકે ઓળખાવી હતી. જવાબમાં, દિવ્યાંકાએ એક લાંબી પોસ્ટ લખી. તેણે લખ્યું, મારું કોઈ પણ વસ્તુને અનદેખી કરવું એક ફેશન ક્રાઈમ થઇ શકે છે. પરંતુ તમારા લોકો એટલી હિંમત છે કે તમે કોઈને અલગ લેવલ સુધી રૂડ થઇ જાય.
https://www.instagram.com/p/BtK79bQBh1j/?utm_source=ig_embed
દિવ્યાંકાએ એક યુઝરની લાંબી કોમેન્ટનો સ્ક્રીન શૉટ સાથે એક પોસ્ટ લખી. આ કોમેન્ટમાં, રુચિકા દવર નામની ઇન્સ્ટાગ્રામ યુઝરે દિવ્યાંકાની તરફેણમાં એક કોમેન્ટ લખી હતી. તેમણે કહ્યું કે બેલ્ટ માટે કોઈને નીચુ બતાવવું તે કોઈ પણ રીતે યોગ્ય નથી.
