Not Set/ સરોજ ખાનને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ, હોસ્પિટલમાં દાખલ, કોરોનાનો કરાવ્યો રિપોર્ટ

બોલિવૂડનાં પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાને પોતાના કામથી ઘણી ઓળખ બનાવી છે. તેમને આજે દેશનો લગભગ દરેક વર્ગ જાણે છે. તેમના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, જે કારણે તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સરોજ ખાનનાં પરિવાર સાથે સંકળાયેલા સૂત્રોએ આ […]

Uncategorized

બોલિવૂડનાં પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાને પોતાના કામથી ઘણી ઓળખ બનાવી છે. તેમને આજે દેશનો લગભગ દરેક વર્ગ જાણે છે. તેમના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, જે કારણે તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સરોજ ખાનનાં પરિવાર સાથે સંકળાયેલા સૂત્રોએ આ માહિતી આપી હતી. પીટીઆઈનાં જણાવ્યા અનુસાર સરોજ ખાનને બાંદ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે સરોજ ખાનનો કોરોના વાયરસ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. જો કે, તેમનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. સરોજ ખાન સાથે સંકળાયેલા એક સૂત્રએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમને કોવિડ-19 નાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી, અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સૂત્રએ કહ્યું, “તેઓ હવે ઠીક છે અને ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યા છે.

સરોજ ખાનને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કોવિડ-19 ટેસ્ટ પણ કરાવ્યું હતું જે નેગેટિવ આવ્યુ છે. તેમને કોરોનાનાં કોઇ લક્ષણો આવ્યા નથી. એક કે બે દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. જણાવી દઈએ કે તેમના ચાહકો પણ સરોજ ખાનની તબિયત માટે પ્રાર્થના કરી રહ્યા છે.

સરોજ ખાનની કારકિર્દીની વાત કરીએ તો તેમણે 2000 થી વધુ ગીતોને કોરિયોગ્રાફ કર્યા છે. સરોજ ખાનને તેમના કામ માટે 3 વખત રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે. આ સાથે સરોજ ખાને ડોલા રે ડોલા‘, ‘એક દો તીન‘, ‘યે ઇશ્ક હાયેઅને નિમ્બુડાસહિતનાં ઘણા પ્રખ્યાત ગીતો પર યાદગાર કોરિયોગ્રાફી કરી છે. સરોજ ખાને છેલ્લે કલંક ફિલ્મનું તબાહ હો ગયે ગીત કોરિયોગ્રાફ કર્યું હતું, જેમાં માધુરી દીક્ષિત જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.