Not Set/ વડોદરા પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓમાં ભારે કોરોના સંક્રમણથી ચિંતા વકરી…

કોરોનાનો આતંક તંત્ર માટે દિવસે ને દિવસે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યો હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. તંત્ર કોરોનાને લઇને એક સાંધે ને તેર તૂટે તેવી સ્થિતિમાં જ જોવામાં આવી રહ્યું છે, ત્યારે ફરી કોરોનાએ વડોદરામાં તંત્રની મુશ્કેલીઓ વધારી દીધી છે. જી હા, વડોદરામાં કોરોનાએ પોલીસની ચિંતામાં વધારો કર્યાની વિગતો સામે આવી રહી છે. વડોદરામાં […]

Gujarat Vadodara

કોરોનાનો આતંક તંત્ર માટે દિવસે ને દિવસે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યો હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. તંત્ર કોરોનાને લઇને એક સાંધે ને તેર તૂટે તેવી સ્થિતિમાં જ જોવામાં આવી રહ્યું છે, ત્યારે ફરી કોરોનાએ વડોદરામાં તંત્રની મુશ્કેલીઓ વધારી દીધી છે. જી હા, વડોદરામાં કોરોનાએ પોલીસની ચિંતામાં વધારો કર્યાની વિગતો સામે આવી રહી છે. વડોદરામાં 4 આરોપીઓને કસ્ટડીમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. 2 પોલીસ મથકમાં 4 આરોપીઓને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થઇ ગયું છે. 

સામે આવતી વિગતો મુજબ વડોદરાનાં જવાહરનગર પો.સ્ટે.માં 3 આરોપીઓને કોરોના પોઝિટિવ ડિટેક્ટ થયો છે. સાથે જ ગોરવા પોલીસ સ્ટેશનમાં પણ એક આરોપીઓને કોરોના પોઝિટિવ નોંધાવામાં આવ્યો છે. 8 પોલીસ કર્મીઓને ક્વોરોન્ટાઇન કરાયાં હોવાની વિગતો પણ સામે આવી રહી છે. જવાહરનગર પો.સ્ટે.નાં 5 પોલીસ કર્મીઓ હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે, તો ગોરવા પો.સ્ટે.માં PSI સહિત 3 કર્મી ક્વોરોન્ટાઇન કરાયા છે.

આપને જણાવી દઇએ કે, સામે આવી રહેલી વિગતો અનુસાર ડીઝલ ચોરીનાં બંને આરોપીને કોરોના પોઝિટિવ આવ્યો છે. સાથે જ વિદેશી શરાબના ગુનાના આરોપીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. પોલીસની હાલત અત્યારે આવી જોવામાં આવી રહી છે કે, એક તો ગુનાખોરોને પકડો, પછી ઇલાજ કરાવો સાચવો અને મફતની સારવાર પણ આપો સાથે સાથે પોતાને કોરન્ટાઇનમાં લોક કરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews