દૈનિક રાશિભવિષ્ય (તા. 26 જૂન 2020, શુક્રવાર)
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )
* મેષ (અ,લ,ઈ) – નાના-મોટા પ્રવાસનું આયોજન થઈ શકે છે. બપોર પછીનો સમય તમારા માટે ધનપ્રાપ્તિનો હોઈ શકે છે. તમારા ઉત્સાહમાં ઘણો વધારો થાય તેવા સંકેતો અહીં મને પ્રાપ્ત થાય છે. વડીલો દ્વારા તમારી આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. સંતાન સાથે કોઈ અગત્યની ચર્ચા થાય તેવું પણ દર્શાવે છે.

* વૃષભ (બ,વ,ઉ) – વાહન ચલાવતી વખતે તમારે સાવધાની રાખવાની જરૂર દેખાય છે. તમારું મન થોડું વધારે ચલીત દેખાય છે માટે શાંત રહેજો. બપોર પછી ઘરમાં સ્હેજ પણ ઉશ્કેરાટ ન કરતા અને જો તમે એસીડીટી જેવા રોગથી પીડાતા હોવ તો આજે સ્હેજ વિશેષ સાવધાની રાખજો. ભોજનમાં સંયમ રાખવો સલાહભર્યું છે.

* મિથુન (ક,છ,ઘ) – જીવનસાથીની સાથે મતભેદની શક્યતા વર્તાય છે માટે શાંતિ જાળવવી. ધન માટે તમારે પ્રવાસ કરવો પડે અને તમારે પ્રયાસ પણ કરવા પડે. આજે બિનજરૂરી વિવાદથી તમારે સાચવવાનું રહેશે. તમારા મિત્રો સાથે આજે ચર્ચાવિચારણા થાય. તમારા મોટાભાઈ-બહેન સાથે પણ ચર્ચા વિચારણા થાય તેવું દર્શાવે છે.

* કર્ક (ડ,હ) – નોકરીના અનુસંધાને કોઈ નવો વળાંક આવી શકે છે. બપોર પછી તમારો લાભ વધુ પ્રબળ બનશે. જો તમે કુંવારા હશો તો તમારા માટે યોગ્ય પ્રસ્તાવ પણ આવી શકે છે. તમારા અધિકારી તરફથી તમને કોઈ ધન પ્રાપ્તિના નવા અણસાર મળે તેવું પણ દર્શાવે છે. જો તમે શેરબજારમાં કામકાજ કરતા હશો તો આજે તકો ઉજળી છે પણ સંયમ રાખવો પડશે. બરાબર સમજીવિચારીને કાર્ય કરજો નહીં તો નુકશાનીનું મોઢું જોવું પડે.

* સિંહ (મ,ટ) – કુંવારા જાતકો માટે આજે પ્રેમસંબંધો ઉજળા બને. આજે તમારા મનમાં રોમાન્સ પૂરબહારમાં ખીલી ઊઠે. બપોર પછી તમારા માટે સ્હેજ વધારે સારા યોગો દેખાય છે. ઘરમાં કોઈ નવી વસ્તુ આવે તેવું દેખાય છે પણ જમવામાં સંયમ રાખવો પડશે નહીંતર ખાટ્ટા ઓડકાર જેવી વ્યાધી સતાવી શકે છે માટે સાવધાન રહેજો.

* કન્યા (પ,ઠ,ણ) – મિત્રો સાથે આજે સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ઘરમાં માતા સાથે પણ સંયમ રાખવો. આજે ઘરસંબંધી કાર્યોમાં તમને ચિંતા સતાવી શકે છે. બપોર પછી યોગ સુધરે છે પણ તમારે આવેશ અને ઉશ્કેરાટ ઉપર કાબૂ રાખવો પડશે. જેટલી શાંતિ રાખશો એટલી જ રાહત મળશે.

* તુલા (ર,ત) – પ્રેમ સંબંધોમાં થોડી ઓટ આવી શકે છે. તમારા મિત્રોમાં અથવા તમારા સહકાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક ઓટ આવવાની સંભાવના છે. સાથે સાથે મિત્રો દ્વારા આજે લાભ પણ દેખાય છે. બીજે ક્યાંક ને ક્યાંક સંબંધો થોડા વધુ ગાઢ થાય. આજે તમારા માટે સંબંધોના નવા ઉતારચઢાવ જોવાનો દિવસ છે.

* વૃશ્ચિક (ન,ય) – ધન સંબંધે તમને ચિંતાની સતામણી થઈ શકે છે. બપોર પછીનો સમય તમારા માટે વધારે શુભ છે. નવા સમાચાર મળી શકે છે અને સાથે સાથે તમારા કાર્યમાં તેજી આવે જેથી તમારો ઉત્સાહ વધે તેવું પણ દર્શાવે છે.

* ધન (ભ,ધ,ફ,ઢ) – સંતાન બાબતે તમને થોડી ચિંતા સતાવી શકે છે. બપોર પછી ધીમે ધીમે તમારું પ્રફુલ્લિત થાય અને પ્રવાસની સાથે સાથે તમારા ધનની ચિંતા પણ થોડી હળવી થતી જણાય. તમારા આત્મવિશ્વાસમાં ઉમેરો થાય અને નાણાંકીય કાર્યો જો અટક્યા હશે તો તે આગળ વધતા જણાશે.

* મકર (ખ,જ) – ધર્મ તરફ તમારી ભાવના વધશે. ભગવાન બધું બરાબર કરશે એવા ભાવ તમારા મનમાં જળવાયેલા રહે. બપોર પછી તમારા મનમાં રોમેન્સ ખીલી ઊઠે. સાથે સાથે, સંતાન તરફથી તમને કોઈ શુભસમાચાર મળે તો પણ નવાઈ ન પામતા.

* કુંભ (ગ,શ,સ,ષ) – જો તમારું સંતાન પરણીત હોય તો તેના જીવનસાથી સાથે આજે થોડી ચઢભડ થઈ શકે છે માટે સાવધાન રહેવું. પરણિતજીવનમાં નાના-મોટા ચઢાવઉતાર જોવા મળે. પણ, સાંજ પડ્યે ઘીના ઠામમાં ઘી પડેલું જોવા મળે.

* મિન (દ,ચ,ઝ,થ) – ભાગ્યનું બળ આજે તમને મળી જાય તેમ છે. તમે તમારા કાર્યમાં જે કંઈ સુધારા કરશો તે તમામનું ફળ તમને અવશ્ય મળવાપાત્ર બતાવે છે. સવારે થોડો સમય તમારા અધિકારી પ્રત્યે તમને થોડી ચિંતા સતાવે. ઓફીસમાં થોડો સમય વધારે ઉથલપાથલવાળો રહે પણ એકંદરે સૌ સારાવાના થાય તેવું દર્શાવે છે.

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીનું સ્મરણ કરજો.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
