Not Set/ ચાઈનામેનની ગુગલી સામે કાંગારુઓની શરણાગતિ, ભારતનો શાનદાર વિજય

કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન-ડે મેચમાં ભારતનો ૫૦ રને શાનદાર વિજય થયો છે. આ મેચમાં ચાઈનામેન બોલર કુલદીપ યાદવે ભારતીય વન-ડે ઈતિહાસની ત્રીજી અને કારકિર્દીની પ્રથમ હેટ્રિક લીધી હતી. આ વિજય સાથે ભારતીય ટીમ ICC વન ડે માં નંબર-૧ ટીમ બની ગઈ છે. જ્યારે વન ડેમાં આ ભારતની સતત ૧૧ મી જીત […]

Sports

કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન-ડે મેચમાં ભારતનો ૫૦ રને શાનદાર વિજય થયો છે. આ મેચમાં ચાઈનામેન બોલર કુલદીપ યાદવે ભારતીય વન-ડે ઈતિહાસની ત્રીજી અને કારકિર્દીની પ્રથમ હેટ્રિક લીધી હતી. આ વિજય સાથે ભારતીય ટીમ ICC વન ડે માં નંબર-૧ ટીમ બની ગઈ છે. જ્યારે વન ડેમાં આ ભારતની સતત ૧૧ મી જીત છે. ગત વન-ડે મેચની જેમ આ મેચમાં પણ ભારતીય બોલરોએ સાતત્યપૂર્ણ બોલિંગ કરી હતી અને મેહમાન ટીમ ફક્ત ૨૦૨ રન જ બનાવી શકી હતી.

ભારતીય ટીમના વિજયમાં કેપ્ટન વિરાટ કોહલી, કુલદીપ યાદવ, અજિંક્ય રહાણે, ભૂવનેશ્વર કુમાર, યુજ્વેન્દ્ર ચહલનો મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કેપ્ટન કોહલીએ કારકિદીની ૪૫ મી અડધી સદી ફટકારતા ૯૨ રન બનાવ્યા હતા. જ્યારે અજિંક્ય રહાણેએ ૫૫ અને ભૂવનેશ્વર કુમાર અને યુજ્વેન્દ્ર ચહલે ૨-૨ ઝડપી હતી.