દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં 21 દિવસ સુધી સતત વધારો થયા બાદ આજે (રવિવારે) તેના ભાવમાં વધારો થયો નથી. આજે દિલ્હીમાં ગઇકાલનાં ભાવે જ પેટ્રોલ અને ડીઝલ મળશે. રાષ્ટ્રીય રાજધાનીમાં, તમારે લિટર પેટ્રોલ માટે 80.38 રૂપિયા અને ડીઝલ માટે રૂપિયા 80.40 ચૂકવવા પડશે.
દિલ્હીમાં શનિવારે પેટ્રોલ પર પ્રતિ લિટર 25 પૈસા અને ડીઝલ પર 21 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આ સાથે જ શુક્રવારે પેટ્રોલમાં પ્રતિ લિટર 21 પૈસા અને ડીઝલ પર 17 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે 7 જૂનથી પેટ્રોલિયમ કંપનીઓએ શનિવાર (27 જૂન) સુધી સતત 21 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલ (છેલ્લા બુધવારે પેટ્રોલની કિંમતમાં વધારો કર્યો ન હતો) ની કિંમતોમાં વધારો કર્યો હતો. અગાઉ, 82 દિવસ સુધી તેના ભાવમાં કોઈ વધારો થયો નહતો. આ પહેલીવાર છે જ્યારે દિલ્હીમાં પેટ્રોલ કરતા મોંઘુ ડીઝલ વેચાઇ રહ્યુ છે.
આપને જણાવી દઈએ કે બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, આ કારણે વિપક્ષ પેટ્રોલ અને ડીઝલનાં વધતા ભાવોને લઈને રસ્તા પર આંદોલન કરી રહ્યું છે, ત્યારે એનડીએ સરકાર એક પછી એક દલીલો આપીને પોતાનો બચાવ કરી રહી છે. જ્યારે બિહારનાં વિપક્ષી નેતા તેજસ્વી યાદવે ગયા ગુરુવારે પાટનગર પટનાની શેરીઓ પર તેમના ધારાસભ્યો અને તેમના પક્ષનાં કાર્યકરો સાથે સાયકલ માર્ચ કાઠી હતી, ત્યારે નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદીએ સરકારનો બચાવ એમ કહીને કર્યો કે પેટ્રોલિયમ કંપનીઓએ લોકડાઉન થયાનાં 82 દિવસ સુધી કિંમતોમાં વધારો કર્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
