બોલિવૂડ એક્ટ્રેસ સંજના સંઘી ટૂંક સમયમાં ફિલ્મ દિલ બેચારામાં સુશાંત સિંહ રાજપૂતની સાથે જોવા મળશે. સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મમાં સંજનાએ ફીમેલ લિડ પ્લે કર્યો છે. બુધવારે સંજનાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર મુંબઈના નામે થોડીક લાઈનો લખી છે, જે એકદમ રહસ્યમય છે.
હકીકતમાં સુશાંતસિંહ રાજપૂત સુસાઇડ કેસની તપાસ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. સંજનાને હાલમાં જ પૂછપરછ માટે દિલ્હીથી મુંબઈ બોલાવવામાં આવી હતી જ્યાં આશરે 7 કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. સંજનાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું, “ખુદા હાફિઝ મુંબઇ. 4 મહિના પછી તમારા દર્શન થયા.”

તેને માસ્ક પહેરીને એક તસ્વીર સાથે સંજનાએ લખ્યું, “મેં ચલી દિલ્હી વાપસ.આપકી સડકે કુછ અલગ સિ લગી. સુનસાન થી, શાયદ મેરે દિલ મેં જો દુઃખ હૈ, મેરે નજરિએ કો બદલ રહે હૈ. યા શાયદ આપ ભી થોડે દુઃખ મેં હૈ,. મિલતે હૈ જલ્દી. યા શાયદ નહીં. સંજનાની આ ઈન્સ્ટા સ્ટોરી વિચારવા પર મજબૂર કરે છે કે તેણે જે લખ્યું છે તે એકદમ શંકાસ્પદ છે.
અહીં રિલીઝ થશે છેલ્લી ફિલ્મ
યાદ અપાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારા ડિઝની + હોટસ્ટાર પર રીલિઝ થશે. આ ફિલ્મમાં સંજના સંઘી અને સુશાંત પહેલી વાર સાથે કામ કરતા જોવા મળશે. સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને તેમના મુંબઇના ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી ભારે ડિપ્રેશનમાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
