Not Set/ ગાંધીનગર/ કોરોનાનો સપાટો, આજે નોધાયા 17 નવા પોઝિટીવ કેસ : પાંચ કોરોનાના દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કુલ- ૧૪,૭૩૦ વ્યક્તિઓ કોરોન્ટાઇન ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે ૧૭ કોરોનાના પોઝિટીવ કેસ મળ્યા છે. તેમજ વધુ પાંચ કોરોનાના દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજના દિવસમાં કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મૃત્યૃ થયું નથી. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તા. ૩૦મી જૂનના રોજ સાંજના ૫.૦૦ કલાક બાદ ગાંધીનગર […]

Uncategorized

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કુલ- ૧૪,૭૩૦ વ્યક્તિઓ કોરોન્ટાઇન

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે ૧૭ કોરોનાના પોઝિટીવ કેસ મળ્યા છે. તેમજ વધુ પાંચ કોરોનાના દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજના દિવસમાં કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મૃત્યૃ થયું નથી.

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તા. ૩૦મી જૂનના રોજ સાંજના ૫.૦૦ કલાક બાદ ગાંધીનગર તાલુકામાં છ, માણસા તાલુકામાં એક, દહેગામ તાલુકામાં બે અને કલોલ તાલુકામાં આઠ મળી કુલ- ૧૭ વ્યક્તિઓને કોરોના પોઝિટીવ આવ્યો છે. જેમાં ગાંધીનગર તાલુકામાં પેથાપુર ગામમાં માત્ર ત્રણ માસના બાળક અને ૬૫ વર્ષીય વૃઘ્ઘ, છાલા ગામમાં ૫૮ વર્ષીય મહિલા, ઝુંડાલ ગામમાં ૫૩ વર્ષીય પુરૂષ, ઉવારસદ ગામમાં ૫૧ વર્ષીય પુરૂષ અને ૫૦ વર્ષીય મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો છે. તેમજ માણસા તાલુકાના અનોડિયા ગામમાં ૪૫ વર્ષીય મહિલા અને દહેગામ તાલુકામાં વડવાસા ગામમાં ૨૬ વર્ષીય યુવાન અને ભાદરોડા ગામમાં ૩૫ વર્ષીય યુવાનને કોરોના પોઝિટીવ આવ્યો છે. કલોલ તાલુકામાં અલુવા ગામમાં ૪૦ વર્ષીય યુવાન, બાલવા ગામમાં ૩૦ વર્ષીય યુવાન, છત્રાલ ગામમાં ૨૨ વર્ષીય યુવાન અને કલોલ શહેરમાં ૭૪, ૪૩, ૩૬ અને ૩૨ વર્ષીય પુરૂષ અને ૫૬ વર્ષીય મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો છે. આજે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પાંચ વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કરતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ એક પણ વ્યક્તિનું મૃત્યૃ થયું નથી.

અત્યાર સુધી ગાંધીનગર જિલ્લામાં ૪૮૦ કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં ૧૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે. ૩૨૯ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૩૫ વ્યક્તિઓના મૃત્યૃ થયા છે. તેમજ ૧૪,૭૩૦ વ્યક્તિઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાં ૧૪,૬૭૯ વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇન, ૬ વ્યક્તિઓ સરકારી ફેસીલીટી કોરોન્ટાઇન અને ૪૫ વ્યક્તિઓ ખાનગી ફેસીલીટીમાં કોરોન્ટાઇન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.