બોલિવુડ એક્ટર આયુષ્માન ખુરનાને તાજેતરમાં જ નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યો છે. અંધાધુન ફિલ્મ માટે આયુષ્માનને આ એવોર્ડ મળ્યો છે. તે એક અભિનેતા તરીકે ઓળખાય છે જે પોતાના પાત્ર સાથે પ્રયોગ કરવાનું પસંદ કરે છે. વિકી ડોનરથી લઈને આર્ટિકલ 15 સુધી આયુષ્માનની ફિલ્મ ચોઇસ બીજાઓથી સંપૂર્ણપણે ભિન્ન હોય છે અને તેથી જ તેનું દરેક પાત્ર પોતાનામાં જ નવું લાગે છે. છેલ્લા ઘણા દિવસોથી આયુષ્માનની ફિલ્મ ડ્રીમ ગર્લ ચર્ચામાં છે.

તાજેતરમાં જ ડ્રીમ ગર્લનું ટ્રેલર રિલીઝ થયું છે. જે આવતાની સાથે જ ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે. ડ્રીમ ગર્લનું ટ્રેલર ખૂબ જ રમૂજી છે અને આયુષ્માનની સ્ટાઇલ તેમાં જોયા પછી તમે હસવાનું રોકી શકશો નહીં. ટ્રેલર 5 જુદા જુદા શહેરો મુંબઇ, જયપુર, ઇન્દોર, ચંદીગઢ અને અમદાવાદમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં આયુષ્માનને ફિમેલ ફ્રેન્ડશિપ કોલ સેન્ટરમાં નોકરી મળે છે, જેમાં તે એકમાત્ર મેઇલ વર્કર છે. ટ્રેલરમાં, એવું લાગે છે કે આયુષ્માન ‘પૂજા’ બની જાય છે અને ફીમેલ અવાજમાં કોલર્સની સાથે વાત કરે છે અને જોત જોતામાં તે આ કોલ સેન્ટરનો સૌથી વધુ પસંદ કરવામાં આવતો કોલર બની ગયો છે. દરેક વ્યક્તિ તેમના પ્રેમમાં પડે છે, અને આયુષ્માન તેમાં ફસાતો જાય છે.

ટ્રેલરમાં આયુષ્માન રામલીલામાં સીતાની ભૂમિકા નિભાવતો પણ જોવા મળે છે. તેમનો આ ગેટઅપ જોઈને તમે તમારી હસીને રોકી નહી શકો. આ ફિલ્મમાં પહેલીવાર આયુષ્માનની જોડી નુસરત ભરૂચાની સાથે બની છે. આયુષ્માન ટ્રેલરમાં #Metoo નો રેફ્રેસ પણ આપતો જોવા મળે છે. જેમા અનુ કપૂર તેના પિતાનું પાત્ર ભજવી રહ્યા છે.
વિશેષ વાત એ છે કે આયુષ્માન પોતે પણ આ ફિલ્મ માટે ફીમેલ અવાજમાં પોતાના ડાયલોગ બોલે છે. આ ફિલ્મનું પોસ્ટર લાંબા સમય પહેલા રિલીઝ થયું હતું. જેમાં આયુષ્માન કાળા બોર્ડર સરસવની પીળી સાડી પહેરેલો જોવા મળી રહ્યો છે. તે સેન્ડલ પહેરેલા ટૂવ્હીલર પર બેસીને ચોંકાવનારા એક્સપ્રેશન આપી રહ્યો છે. આયુષ્માન આ દરમિયાન મેચિંગ બંગડીઓ પણ પહેરી ચૂક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
