દિલ્હી અને નોયડાની સરહદ પર આવેલા કાલિંદિ કુંજ ટોલ ટેક્સથી એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક ટ્રક ચાલકે એમસીડીનાં ટોલ બૂથ પર પૈસા ન આપવાની કિંમત ચૂકવવી પડી હતી. અહેવાલો અનુસાર, આ હત્યા 9-10 ઓગષ્ટની રાત્રે કરવામાં આવી હતી. ટ્રક ડ્રાઈવર વિમલ તિવારી માલને લઇને નોયડાથી દિલ્હી જઇ રહ્યો હતો. કાલિંદિ કુંજ પર, તે ભુલથી ટેક્સ ભર્યા વિના આગળ વધ્યો. જે બાદ ટોલનાં બાઉન્સરોએ તેનો પીછો કરી માર માર્યો હતો. તેને ખરાબ રીતે માર માર્યા બાદ તેઓ તેને નોયડાનાં સેક્ટર -39 કેનાલ પાસે ફેંકીને નાસી છૂટ્યા હતા.
પોલીસનાં જણાવ્યા મુજબ બાઉન્સરોએ વિમલ પાસેથી રૂપિયા 14,600 માંગ્યા અને તે ન આપવા બદલ તેને ખૂબ માર માર્યો હતો. ગૌતમબુદ્ધ નગરનાં એસએસપી વૈભવ કૃષ્ણાનાં જણાવ્યા અનુસાર, ‘દિલ્હીનાં એમસીડી ટોલ બૂથ પર ગોઠવાયેલા બાઉન્સરોએ ટ્રક ડ્રાઈવરને રોકી અને રૂ .14,600 નો ટોલ ટેક્સ ભરવા કહ્યું. જ્યારે વિમલ ટેક્સ ભરી ન શકયો, ત્યારે તેને ઢોર માર મારવામાં આવ્યો અને તેનો મૃતદેહ નોયડામાં ફેંકી દીધો હતો. તમામ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Noida: 7 toll plaza workers arrested for allegedly killing a truck driver Vimal Tiwari after he couldn't pay Rs 14,600 tax. Tiwari's body was recovered on the morning of Aug 10,following an argument with the toll bouncers at new Yamuna bridge in Kalindi Kunj on the previous night pic.twitter.com/kzyAUIBHnB
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 12, 2019
પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે. આ મામલે મૃતકનાં ભાઈએ નોયડાનાં પોલીસ સ્ટેશન 39 માં ફરિયાદ નોંધાવી હતી. વિમલ છેલ્લા ઘણા સમયથી ટ્રાન્સપોર્ટર ટ્રક ચલાવતો હતો. પોલીસનાં જણાવ્યા મુજબ વિમલનાં શરીર પર ગંભીર ઈજાનાં નિશાન મળ્યા છે. દિલ્હી અને નોયડા પોલીસ સીસીટીવી ફૂટેજની મદદ લઈ રહી છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
