New Delhi News : NEET ગોટાળામાં ભાજપ ગમે તેટલી કોશિષ કરી લે ધાંધીયા, ભ્રષ્ટાચાર અને શિક્ષણ માફિયાઓને મોકળુ મેદાન પૂરુ પાડવાની જવાબદારીથી છટકી કે બચી નહી શકે. પેપર લીક વિરૂધ્ધ કાનૂન નોટીફાય થયો ન હતો. જ્યારે શિક્ષણ મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં તેમને આ મામલે પુછ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે કાનૂન સુચિત થઈ ગયો છે. 13 ફેબ્રુઆરી 2024માં આ કાનુનને રાષ્ટ્રપતિની સંમત્તિ મળી ગઈ હતી. પરંતુ કાનૂન આગલા દિવસે જ નોટીફાય થયો છે. તો મોદી સરકારના શિક્ષણમંત્રી એવું જુટ્ઠુ કેમ બોલ્યા કે કાનૂન સુચિત થઈ ગયો છે અને વિધી અને ન્યાય મંત્રાલયને તેના નિયમ બનાવવાનું જ રહી ગયું છે.
શિક્ષણમંત્રી પહેલા તો પેપર લીકને નકારતા રહ્યા પરંતુ જ્યારે ગુજરાત, બિહાર અને હરિયાણામાં ધરપકડ શરૂ થઈ ત્યારે કહી રહ્યા છે કે કેટલાક ઠેકાણે સ્થાનિકર સ્તરે પેપર લીક થયા છે જેને કારણે ફરીથી પરીક્ષા નહી લઈ શકાય. જ્યારે તથ્ય એ છે કે 2015માં પ્રી મેડિકલ ટેસ્ટમાં ફક્ત 44 વિદ્યાર્થીઓ હાજર હતા. ત્યારે પણ સુપેર્મ કોર્ટના કહેવાથી છ લાખ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફરીથી લેવામાં આવી. નીટ ઉપર પણ સુપ્રિમ કોર્ટે કહ્યું કે જો 0.001 પણ ગોટાળો થયો છે તો કાર્યવાહી થવી જોઈએ. પરંતુ મોદી સરકાર પરીક્ષા કેમ ફરીથી કરાવી રહી નથી, જ્યારે શિક્ષણમંત્રીએ ગરબડની વાત માની લીધી છે.
કાનૂન પાસ કરાવીને પણ ભાજપ શાષિત ઉત્તરપ્રદેશમાં યુપી પોલીસ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન બોર્ડ(યુપીપીઆરપીબી) જેના તાર ગુજરાતની એક કંપની સાથે જોડાયેલા જોવા મળ્યા છે.કેમ પેપર લીક વિરૂધ્ધ કાનૂન પાસ કરાવ્યા બાદ પણ પેપર લીક થઈ રહ્યા છે ? છેલ્લા સાત વર્ષોમાં જ્યારે 70 પેપર લીક થયા ત્યારે મોદી સરકારે કેમ કોઈ મોટુ પગલું ન ભર્યું. નવો કાનૂન લાવવો એ ફક્ત ભાજપ સરકારની જ ભૂલ છે. જ્યાં સુધી શિક્ષણ પ્રણાલી અને સ્વાયત્ત સંસ્થાનોને ભાજપ-આરએસએસની દખલગિરી અને દુષ્પ્રભાવથી મુક્ત નહી કરી શકાય.ત્યાં સુધી આ ધાંધલી,ભ્રષ્ટાચાર અને ચોરી ચાલતી રહેશે.
ઘટનાઓના નાટકીય વળાંકમાં, શિક્ષણ મંત્રાલયે પરીક્ષાની અખંડિતતા અંગે ચિંતા દર્શાવીને બુધવારે સાંજે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી. આ નિર્ણયથી કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય વિપક્ષી નેતાઓનો ઉગ્ર પ્રતિસાદ મળ્યો, જેમણે રાષ્ટ્રીય પરીક્ષાઓની કથિત અનિયમિતતા અને ગેરરીતિ માટે સરકારની ટીકા કરી હતી. મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર પર આકરા પ્રહાર કરતાં, મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET ની અખંડિતતા પર પ્રશ્નો ઉઠાવ્યા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેની આસપાસના મુદ્દાઓને ઉકેલવા પડકાર ફેંક્યો. UGC-NET પરીક્ષા રદ થવાને વિદ્યાર્થીઓની જીત ગણાવતા ખડગેએ મોદી સરકાર પર તેના કાર્યો દ્વારા યુવાનોના ભવિષ્ય સાથે રમત કરવાનો આરોપ લગાવ્યો.
આ પણ વાંચો: પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા દેશમાં પેપર લીક વિરોધી કાયદો લાગૂ
આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર! NTAની આ મોટી પરીક્ષા પણ સ્થગિત
