Not Set/ કેવી રહેશે આપની 03/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય (તા. 3 જુલાઈ 2020, શુક્રવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –   આજે રાજકીય કાર્યોમાં સંકળાવાનું થાય. કોઈ વડીલ રાજનેતાને મળવાનું […]

Uncategorized

 દૈનિક રાશિભવિષ્ય (તા. 3 જુલાઈ 2020, શુક્રવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

* મેષ (અ,લ,ઈ) –   આજે રાજકીય કાર્યોમાં સંકળાવાનું થાય. કોઈ વડીલ રાજનેતાને મળવાનું થાય. જે લોકો રાજનીતિ સાથે સંકળાયેલા નથી તેમને જમીન-મકાનના કાર્યો રહી શકે છે અને પ્રવાસની શક્યતા પણ રચાયેલી છે અને આજનો દિવસ થોડો વધુ વ્યસ્ત વીતે તેવું જણાય છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) –  આજે તમારા કાર્યો થોડા વણઉકલ્યા રહી જાય તેવું બને. કોઈપણ પ્રકારની બિમારીનો સામનો કરતા હોવ તો આજે વિશેષ સાવધાની રાખજો. તમારું મન ગૂઢ નાણાંકીય મનોમંથનમાં અટવાઈ જાય તેવું પણ દર્શાવે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) – આજે આરોગ્ય બાબતમાં સાવધાની રાખવી જરૂરી છે. આજે તમને થોડી વધારે હળવાશ અનુભવાય. તમારા કાર્યમાં પ્રગતિની શરૂઆત થતી જણાય. સવારનો સમય વધારે ઉત્સાહજનક જણાય છે પણ બપોર પછી મને ઊંડી ચિંતાઓ સતાવવા લાગે માટે સાવધાન રહેવું.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) – પરદેશથી કોઈ સારા સમાચાર મળી શકે છે. માતા સાથે આજે વધારે લ્હેણું બતાવે છે. બપોર પછી લગ્ન સંબંધી ચર્ચાઓ વધારે જોર પકડતી જણાય છે. પણ, જો તમે વિવાહીત હશો તો આજે જીવનસાથી સાથે વધારે નિકટતા જોવા મળે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –  આજે કાર્ય કરવાનો તમારો જુસ્સો થોડો વધારે પ્રબળ જણાય છે. ગુસ્સા ઉપર તમારે કાબૂ રાખવાનો રહેશે. ક્યાંક ઝડપથી પ્રવાસ કરવાનું સૂચવી જાય છે. સવારનો સમય શાંતિથી વિતી જાય પણ બપોર પછીનો સંધ્યા સમયમાં તમારે વધારે સાવધાની રાખવી. આરોગ્યની પણ જાળવણી કરવાની રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –  ધંધાને લગતી આજે જુદી જુદી સમસ્યા રહે પણ તમે પ્રત્યેક સમસ્યાને પાર કરી દેશો. આજની સમસ્યા એટલી ભારે નહીં હોય પણ તમે થોડા વધારે ચિંતીત થઈ જશો. એક પ્રકારે એમ પણ કહી શકાય કે તમારા વણઉકલ્યા પ્રશ્નો હવે ઉકલવાની શરૂઆત થઈ ગઈ છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) – આજનો દિવસ શુભપ્રવાસમાં વીતતો જણાય છે. આજે જે કાર્ય અટક્યું છે તેમાં તમારે રાહ જોવાની જરૂર છે. ઈશ્વરને પ્રાર્થના કરવાથી જ આજનો દિવસ વિશેષ પ્રગતિમય વિતતો જણાય છે. જો તમારી ક્યાંક ભૂલ હોય તો તમે પ્રમાણિકપણે માફી માંગી લેશો તો પણ સારૂ રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) – જૂની અટકેલી વાતો ઉકેલવા તરફ તમારી મનોવૃત્તિ કેળવાશે. આજે તમે થોડા વધારે લડાયક મૂડમાં જણાશો. કોઈપણ વારસાઈ પ્રશ્નોની આજે ચર્ચા થાય અથવા કૌટુંબિક પ્રશ્નોની ચર્ચા થઈ શકે છે પણ તમારે ખૂબ જ શાંતિથી ચર્ચા કરવી. તમારે ભૂતકાળને વાગોળવાની વૃત્તિ ઉપર પૂર્ણવિરામ મૂકવાનું રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –  આજે વેપારી મિત્રોને લાભ થઈ શકે છે. વેપાર ક્ષેત્રે નવા આયોજન અને નવી ભાગીદારીનું કાર્ય થઈ શકે છે. આજે સેવાકીય કાર્યો કરવાની પણ તમને ઇચ્છા થાય. સ્ત્રી જાતકો માટે આજનો દિવસ વધુ ફળદાયી નીવડી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –  આજે કાર્યમાં તમને સફળતા મળતી જણાય છે. તમારા શત્રુઓ આજે નબળા પડે અને તમારી જીત થતી જણાય છે. જો કોઈ શારીરિક બિમારી હશે તો આજે આરોગ્ય સ્ફૂર્તિદાયક જણાશે. તમારા સરકારી કાર્યો આજે આગળ વધે અને તેમાં પણ પ્રગતિ જણાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –  વિદ્યાર્થીમિત્રોએ આજે અભ્યાસમાં વિશેષ સજાગતા રાખવાની રહેશે. સાથે સાથે જે જાતકો શેરબજારમાં કાર્યરત રહેતા હોય તેમણે પણ આજે વધારે સાવધાની રાખવાની રહેશે. આજે તમારી પાસે જે છે તેનો આનંદ માણશો તો વધારે સુખદાયક રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) – આજે તમારી મહેનતના પરીપાકરૂપે તમને જે માર્ગ મળે છે તમને કદાચ અસ્વીકાર્ય રહે. તમે સ્હેજ વિચાર કરજો કારણ કે આવેલી તક ફરી નહીં મળે. તમારા મનમાં બીજા અનેક વિચારો ચાલતા રહેશે પણ, નિર્ણય લેવાનો સમય પાકી ગયો છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે પરિવારમાં ચર્ચા વિચારણા કરજો, તમારા પરિવારમાં આજે ખુશીનો માહોલ રાખવા પ્રયત્ન કરજો. શક્ય હોય તો, ઘરમાં થોડાં તાજા પુષ્પો પણ મૂકજો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.