સુષ્મિતા સેનના બોયફ્રેન્ડ રોહમન શોલે અભિનેત્રીની વેબ સીરીઝ ‘આર્યા’ના સેટનો પડદા પાછળનો વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે સુસ્મિતા સેનની શ્રેષ્ઠ મહિલા બોલીને વખાણ પણ કર્યા છે. આ વીડિયોમાં, તે વેબ સીરીઝના સેટ પર ગિટાર વગાડતા એક ગીત ગાઇ રહ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે રોહમને એક મનોહર સંદેશ લખ્યો છે. તે જ સમયે, સુષ્મિતાએ પણ આ વિડીયોને ફરીથી રિપોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી છે.
રોહમને લખ્યું, ‘હું આ વિડીયો મહિનાઓથી શેર કરવા માંગો હતો! છેવટે, સમય આવી ગયો છે. ચાલો હું આ વિડીયોની પાછલી વાર્તા કહું. તે આર્યાના શૂટિંગનો સમય હતો, જ્યારે હું પ્રથમ આર્યના સેટ પર ગયો હતો. હું સુષને જાણું છું અને તે આર્યાના પાત્રમાં ઢળી જશે, મને તેના વિશે કોઈ શંકા નહોતી. તેથી જ્યારે મેં તેને પ્રથમ વખત પ્રદર્શન કરતા જોઈ ત્યારે મને સમજાયું કે હું એક અભિનેતા તરીકેની તેની ખરી તાકાતથી અજાણ હતો. ‘
રોહમન સોલે આગળ લખ્યું કે, ‘સુષ્મિતા મેં તમને આર્યા બનતા જોયા છે, મેં તમને આર્યાને તમારો જીવ આપતા જોયો છે અને હવે હું આખરે કહી શકું છું કે મેં આર્યાને વિશ્વ પર રાજ કરતા જોયા છે. હું આ ભવ્ય મહિલા સમક્ષ નમન કરું છું. આર્યાને સકારાત્મક પ્રતિસાદ આપવા બદલ તમારો આભાર. હેટ્સ ઓફ ટૂ આર્યા.
રોહમનની આ વીડિયો પોસ્ટને રિપોસ્ટ કરતાં સુસ્મિતા સેને લખ્યું, ‘મારા માટે તમારી સ્ટાઇલ એકદમ અલગ છે રોહમન મારી તાકાત, મારો પ્રેમ અને મારો શ્રેષ્ઠ મિત્ર … મારો હાથ પકડવા બદલ આભાર… તમારા વગર હું આ બ કરી શકતી. હા I LOVE YOU.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
