ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ સિરીઝ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત થઇ ગઇ છે, પરંતુ કોરોના વાયરસને કારણે ભારતમાં ક્રિકેટ ઇવેન્ટ્સમાં હજી પણ બ્રેક લાગી છે. માર્ચ મહિનાથી, ક્રિકેટથી દૂર ભારતીય ક્રિકેટરો હવે મેદાનને યાદ કરવા લાગ્યા છે. કેટલાક ભારતીય ક્રિકેટરોએ વ્યક્તિગત રૂપે આઉટડોર તાલીમ શરૂ કરી છે, પરંતુ મોટાભાગનાં ક્રિકેટર હજી પણ ઘરે પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. અનુભવી ક્રિકેટર સુરેશ રૈના અને યુવા વિકેટકિપર-બેટ્સમેન રિષભ પંતે પણ આઉટડોર નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
ભારત હાલમાં સૌથી વધુ અસરગ્રસ્ત કોવિડ-19 દેશોમાં ત્રીજા ક્રમે છે, જ્યાં દરેક પસાર થતા દિવસ સાથે કેસ વધતા જાય છે. આઈપીએલ 2020 અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યું છે. જો કે, બીસીસીઆઈ ભારતમાં ક્રિકેટ ફરી શરૂ કરવા માંગે છે, પરંતુ કોરોનાને કારણે હાલ આ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યુ નથી.
સુરેશ રૈના અને રિષભ પંતે ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદમાં મળીને નેટ પ્રેક્ટિસ શરૂ કરી છે. સુરેશ રૈનાએ આ પ્રેક્ટિસ સેશનનાં કેટલાક વીડિયોને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યા છે. રૈના અને પંત પહેલા ચેતેશ્વર પૂજારા, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ જેવા કેટલાક ક્રિકેટરોએ પણ આઉટડોર ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
