Not Set/ સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર આવતી કાલે થશે રિલીઝ, ન્યુ પોસ્ટર શેર કરી આપી માહિતી

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ નું ટ્રેલર 6 જુલાઈ (સોમવારે) રિલીઝ થશે. આ ફિલ્મનું  નવું પોસ્ટર શેર કરી આ માહિતી આપવામાં આવશે. ફિલ્મના નિર્દેશક મુકેશ છાબરા અને અભિનેત્રી સંજના સંઘીએ ઈન્સ્ટાગ્રામ પર એક નવું પોસ્ટર શેર કરીને ભાવનાત્મક પોસ્ટ લખી છે. જણાવી દઈએ કે સંજના આ ફિલ્મથી બોલિવૂડમાં પગ મૂકવા જઈ […]

Uncategorized

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ નું ટ્રેલર 6 જુલાઈ (સોમવારે) રિલીઝ થશે. આ ફિલ્મનું  નવું પોસ્ટર શેર કરી આ માહિતી આપવામાં આવશે. ફિલ્મના નિર્દેશક મુકેશ છાબરા અને અભિનેત્રી સંજના સંઘીએ ઈન્સ્ટાગ્રામ પર એક નવું પોસ્ટર શેર કરીને ભાવનાત્મક પોસ્ટ લખી છે. જણાવી દઈએ કે સંજના આ ફિલ્મથી બોલિવૂડમાં પગ મૂકવા જઈ રહી છે.

 સુશાંતની છેલ્લી ફિલ્મ 24 જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. દિલ બેચારાનું પોસ્ટર શેર કરતાં તેના ડિરેક્ટર મુકેશ છાબરાએ કેપ્શનમાં લખ્યું છે કે, “તુમ્હારે લીએ સિર્ફ પ્યાર.”

View this post on Instagram

Only love ❤️ for you ❤️ waheguru

A post shared by Mukesh Chhabra CSA (@castingchhabra) on

‘દિલ બેચારા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહેલી એક્ટ્રેસ સંજના સંઘીએ લખ્યું છે, “મેની કે બીના કીજી પૂરી તરહ અધૂરી હૈ. યે મેરા સબસે ફેવરેટ શોટ હૈ.”

View this post on Instagram

Only love ❤️ for you ❤️ waheguru

A post shared by Mukesh Chhabra CSA (@castingchhabra) on

 ફિલ્મમાં સૈફ અલી ખાન કેમિયો રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સંગીતનું નિર્માણ સંગીતકાર એ.આર. રહેમાન અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્યએ કર્યું છે.

14 જૂને સુશાંત સિંહે કરી હતી આત્મહત્યા 

નોંધપાત્ર વાત એ છે કે સુશાંતે 14 જૂન 2020 ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેમના મૃત્યુથી તમામ લોકોને આઘાત લાગ્યો છે. સુશાંતની આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે સંજના સંઘી, રિયા ચક્રવર્તી અને સંદીપ સિંહ અને અભિનેતા સાથે સંકળાયેલા અન્ય ઘણા લોકોના નિવેદનો નોંધ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.