ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર આંદોલન નગરી બની રહ્યું હોય તેમ લાગે છે. કોરોના કાળમાં છેલ્લા અઢી ત્રણ મહિનાથી બંધ રહેલા આંદોલનો હવે પાછા સક્રિય થવા લાગ્યા છે. આજે ગાંધીનગરમાં શિક્ષિત બેરોજગારો એકત્રિત થવાની શકયતાના પગલે સમગ્ર પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. ૪ એસપી સહિત ૧૫૦૦નો પોલીસ કાફલો જુદી જુદી જગ્યા પર ફાળવી દેવાયો છે. સત્યાગ્રહ છાવણી ખાતે જ ૨૦૦ જેટલા પોલીસ જવાન ખડકી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી નિમણૂક પત્રો સહિતના મુદાને લઈ ગાંધીનગરમાં મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર, ભેગા થવાના સંદેશા સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં એલઆરડી ભરતીમાં પુરુષોની ભરતીમાં બેઠક વધારવાને લઈને સરકાર પર પસ્તાળ પાડવા માટે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી પહોંચવાની દહેશતના પગલે સરકારે રવિવારે જ પોલીસ ફાળવણી કરી દીધી હતી.
ગાંધીનગરના મુખ્ય પ્રવેશ દ્વાર એવા ધ–૦ અને ચ–૦ પર સઘન પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ સર્કલો પર ગઈકાલ બપોરથી પોલીસ ખડેપગે છે. આ સિવાય ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં ખાનગી ડ્રેસમાં પોલીસ વોચ ગોઠવવામાં આવી છે. શહેરના મુખ્ય પ્રવેશ રસ્તા પર બેરીટેકસ, વોટર કેનન સહિતનો કાફલો તૈનાત છે. આ બધી બાબતોનું ગઈકાલે સાંજે ગ્રાન્ડ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.
બીજીબાજુ સરકાર તરફથી આંદોલનકારીઓ સાથે સીધા ઘર્ષણમાં ન ઉતરવાની સૂચના આપવામાં આવી છે આંદોલનકારીઓએ કોઈપણ પ્રકારની મંજૂરી લીધી નથી. આથી આંદોલનકારીઓની અટકાયત સિવાય કોઈ વિકલ્પ પણ નથી આ સ્થિતિમાં પોલીસની હાલત ઘર્ષણ વગર કઈ રીતે અટકાવવા એક પ્રશ્ન છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
