વિધાનસભાના સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આ આઉટસોર્સિંગ કર્મચારીઓને શોષણ મુક્ત કરવા એમનો પગાર સીધો એમના ખાતામા નાખવાની જાહેરાત કરી હતી. જેનો હજી સુધી અમલ ના થતાં કર્મચારીઓમાં આક્રોશ વ્યાપી ગયો છે. આઉટસોર્સિંગ કર્મચારીઓ આ માટે લડત ચલાવતા ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા સામાન્ય વહીવટ વિભાગને આઉટસોર્સિંગ કર્મચારીઓનો પગાર ઈપીએફ ઈએસઆઈસી અને બોનસ સરકાર દ્વારા એમના ખાતાઓમાં ચુકવવા અને એજન્સીઓને એમના મહેનતાણા રૂપે માત્ર સર્વિસ ચાર્જ ચુકવવાનો ઠરાવ કરી તમામ વિભાગોને એ ઠરાવનુ અમલીકરણ કરવા આદેશ આપવા રજુઆત કરવામાં આવી છે.

આઉટસોર્સિંગ એજન્સીઓ કર્મચારીઓને નિયત વેતન કરતાં ખુબ જ ઓછુ વેતન ચુકવી રહી છે તેમજ ઈપીએફ ઈએસઆઈસી અને બોનસ માં પણ ગેરરીતિઓ આચરતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ બાબતે આરોગ્ય કમિશનર અને વિકાસ કમિશ્નરે તપાસના આદેશ આપેલ હોવા છતાં અધિકારીઓ આ આદેશની અવગણના કરી એજન્સીઓને છાવરતા હોવાનો આક્ષેપ ગુજરાત જનતા જાગૃતિ મંચ ના પ્રમુખ રજનીકાંત ભારતીય એ લગાવવાની સાથે ગુજરાતના યુવાનોને કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ ની શોષણભરી નિતિઓમાથી આઝાદી અપાવવા ચર્ચા કરવા મુખ્યમંત્રીને સમય ફાળવવા માગણી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
