Not Set/ પોતાના લગ્નના સમાચાર પર પરિણીતીએ કર્યો ખુલાસો

મુંબઇ, પ્રિયંકા ચોપરાનાં લગ્ન બાદ તેની કઝીન પરિણીતી ચોપરા પણ લગ્ન કરી રહી છે એવા સમાચાર આગની જેમ ફેલાયા હતા.પરિણીતી એક ઉભરતા કલાકાર ચરિત દેસાઈ સાથે લગ્ન કરી કરવાની છે એવા ન્યૂઝ આવ્યા બાદ તેનો રદિયો સામે આવ્યો છે. પરિણીતીએ ટ્વિટર પર પોતાના લગ્નની વાતને ખોટી ગણાવી છે. પરિણીતીએ જણાવ્યું હતું કે, હું જ્યારે લગ્ન […]

Uncategorized
મુંબઇ,
પ્રિયંકા ચોપરાનાં લગ્ન બાદ તેની કઝીન પરિણીતી ચોપરા પણ લગ્ન કરી રહી છે એવા સમાચાર આગની જેમ ફેલાયા હતા.પરિણીતી એક ઉભરતા કલાકાર ચરિત દેસાઈ સાથે લગ્ન કરી કરવાની છે એવા ન્યૂઝ આવ્યા બાદ તેનો રદિયો સામે આવ્યો છે.
પરિણીતીએ ટ્વિટર પર પોતાના લગ્નની વાતને ખોટી ગણાવી છે. પરિણીતીએ જણાવ્યું હતું કે, હું જ્યારે લગ્ન કરીશ ત્યારે હું આનંદપૂર્વક તેની જાહેરાત પણ કરીશ.
Image result for parineeti chopra
એક અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે પરિણીતી હાલ ચરિત દેસાઈ નામના એક યુવાન સાથે ડેટ કરી રહી છે અને તેની સાથે લગ્ન કરી શકે છે. પરિણીતી અને ચરિત વચ્ચે 2016માં સંબંધો બંધાયા હતા. ચરિત દેસાઈએ રિતિક રોશનની ફિલ્મ અગ્નિપથ માટે કરણ મલ્હોત્રાના આસિસ્ટન્ટ રહી ચૂક્યો છે.
Related image
આપને જણાવી દઈએ કે પરિણીતી ચોપરા તેના કથિત લોંગ ટાઇમ બોયફ્રેન્ડ ચરિત દેસાઈ સાથે લગ્ન કરી શકે છે. જણાવીએ કે પ્રિયંકા ચોપરાની પ્રી-વેડિંગ પાર્ટીના ડિનરમાં ચરિત દેસાઈ પરિણીતી સાથે જોવા મળ્યા હતા.આ ડિનરના ફોટો પણ પ્રિયંકાએ શેર કર્યા હતા અને લખ્યું, ફ્રેન્ડ્સ …ફેમિલી…!’  કહેવાય છે કે જોધપુરમાં લગ્નમાં આમંત્રિત થયેલા મહેમાનોની યાદીમાં ચરિત દેસાઈનું નામ પણ સામેલ હતું.
Image result for parineeti chopra charit desai
પરિણીતી 2016 માં ડ્રીમ ટીમ ટૂર દરમિયાન ચરિતને મળી હતી. આ દરમિયાન ટૂરમાં કેટરીના કૈફ,આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન અને આદિત્ય રોય કપૂર સાથે હતા.