Not Set/ રાની ચેટર્જીને ઓનલાઈન ટ્રોલ કરનાર શખ્સ સામે FIR, એક્ટ્રેસે મુંબઈ પોલીસનો માન્યો આભાર

ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીએ તાજેતરમાં એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. આ પોસ્ટમાં, રાની ચેટર્જીએ આરોપ લગાવ્યો હતો કે એક વ્યક્તિ ઘણા વર્ષોથી તેને હેરાન કરી રહ્યો છે. જેના કારણે તેઓ ભારે તાણમાં છે. પરેશાન થયા પછી તેણે આપઘાત જેવા પગલા ભરવાની વાત પણ કરી હતી. રાનીએ મુંબઇ પોલીસને મદદ માટે અપીલ કરી […]

Uncategorized

ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીએ તાજેતરમાં એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. આ પોસ્ટમાં, રાની ચેટર્જીએ આરોપ લગાવ્યો હતો કે એક વ્યક્તિ ઘણા વર્ષોથી તેને હેરાન કરી રહ્યો છે. જેના કારણે તેઓ ભારે તાણમાં છે. પરેશાન થયા પછી તેણે આપઘાત જેવા પગલા ભરવાની વાત પણ કરી હતી. રાનીએ મુંબઇ પોલીસને મદદ માટે અપીલ કરી હતી.

રાની ચેટર્જીની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ હતી. આ પોસ્ટ પ્રકાશમાં આવ્યા પછી મુંબઇ પોલીસ પણ હરકતમાં આવી હતી.હવે રાની ચેટર્જીએ તેમને પરેશાન કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા બદલ મુંબઈ પોલીસનો આભાર માન્યો છે. રાનીએ કહ્યું કે આ વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે. તેને કહ્યું તે હાર માન્ય વગર આ લડાઈ લડશે. રાનીએ ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ લખી છે, અને તે બધા લોકોનો આભાર માન્યો જેણે મુશ્કેલ સમયમાં તેને પ્રેરિત કરી હતી.

View this post on Instagram

🙏🙏🙏🙏🙏🙏

A post shared by Rani Chatterjee Official (@ranichatterjeeofficial) on

રાનીએ એમ પણ લખ્યું છે કે, જેઓ તેને પોતાનો પબ્લિસિટી સ્ટંટ માને છે, તેઓની તેમની પરવા નથી. સાયબર બુલિંગ સામેની કાર્યવાહીથી રાની ચેટર્જીએ રાહતનો શ્વાસ લીધો છે.

રાનીએ શું લખ્યું હતું પોસ્ટમાં?

રાનીએ લખ્યું હતું કે તે નારાજ હતી અને કહ્યું – હું ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ છું. આ માણસ ફેસબુક પર ઘણા વર્ષોથી મારા વિશે ગંદી વાતો લખી રહ્યો છે. મેં ઘણું અવગણવાનો પ્રયત્ન કર્યો. પણ હું પણ મનુષ્ય છું. હવે નથી થઇ શકતું ઇગ્નોર. હું આ અંગે ઘણાં વર્ષોથી ચિંતિત છું. હું માનસિક તાણમાંથી પસાર થઈ રહી છું. હું કદાચ મારો જીવ આપી દવ. આને કારણે મારા જીવનમાં ઘણાં તાણવ છે.

“હું મુંબઇ પોલીસને અપીલ કરું છું, જો હું કંઇ પણ કરીશ તો તેનો જવાબદાર ધનંજય સિંહ હશે.” આ અંગે મેં સાયબર સેલમાં પણ ફરિયાદ કરી હતી. પરંતુ ત્યાં એવું કહેવામાં આવ્યું કે તેણે મારું નામ લખ્યું નથી. પરંતુ હું જાણું છું કે તે ફક્ત મારા માટે જ લખે છે. હું ડિપ્રેશન થઇ ચુકી છું. કાં તો હું આત્મહત્યા કરી લઈશ. કારણ કે હું વર્ષોથી ખૂબ જ ખરાબ હતાશામાંથી પસાર થઈ રહી છું. હવે સહન કરી શકતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.