સુરેન્દ્રનગર જીલ્લા અને ગ્રામ્ય વિસ્તારમા ફરી કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઇ હોય તેવી રીતે આજે 10 પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું સામે આવી રહ્યુ છે. શહેરી વિસ્તારમાં 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 1 કેસ પાટડી અને 1 કેસ ખારવામાં નોંધાયો છે. કોરોનાનાં વધતા જતા કહેરને કાબુમાં લેવા માટે તંત્ર દોડતું થયું છે. જો કે, આજે સામે આવેલા તમામ પોઝિટિવ કેસનાં દર્દીઓને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. સાથે સાથે આજે સામે આવેલા કેસનાં દર્દીઓનાં સંપર્કમાં આવેલા લોકોની પણ તંત્ર દ્વારા સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે, આજે સામે આવેલા 10 કેસ સાથે જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 280 થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
