Not Set/ રાજકોટ જીલ્લા બેંકમાં કિશાન નેતા અને યુવા મંત્રી જયેશ રાદડીયાનુ “વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા”

સમગ્ર સહકારી જગતમા નામના ધરાવતી રાજકોટ જીલ્લા સહકારી બેંક લી.ની સામાન્ય ચુંટણી મા આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તમામે તમામ ૧૭ બેઠક ઉપર કિસાન નેતા જયેશ રાદડીયા પ્રેરીત પેનલના ઉમેદવારો બિનફરીફ થતા સમગ્ર સહકારી જગતમા ખુશી છવાયેલ છે. સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના આશીર્વાદથી અને સહકારી આગેવાનોના પ્રયાસોથી જીલ્લા બેંક બિનહરીફ થતા બેંકના ચેરમેન અને કિશાન નેતા જયેશ […]

Gujarat Rajkot

સમગ્ર સહકારી જગતમા નામના ધરાવતી રાજકોટ જીલ્લા સહકારી બેંક લી.ની સામાન્ય ચુંટણી મા આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તમામે તમામ ૧૭ બેઠક ઉપર કિસાન નેતા જયેશ રાદડીયા પ્રેરીત પેનલના ઉમેદવારો બિનફરીફ થતા સમગ્ર સહકારી જગતમા ખુશી છવાયેલ છે.

સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના આશીર્વાદથી અને સહકારી આગેવાનોના પ્રયાસોથી જીલ્લા બેંક બિનહરીફ થતા બેંકના ચેરમેન અને કિશાન નેતા જયેશ રાદડીયા ફરી એકવાર સહકારી ક્ષેત્રે સફળ સાબિત થયેલ છે.

સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા સાહેબની ખેડુતો પ્રત્યેના આદર ઘરાવતી નીતીઓથી લગભગ સવા બે લાખ ખેડુતોને છેલ્લા ૬ વર્ષથી વગર વ્યાજે પાક ઘિરાણ કરતી સમગ્ર દેશની સૌથી પહેલી બેંકના ચેરમેન તરીકે ફરીથી જયેશ રાદડીયા બિરાજશે ત્યારે સમગ્ર ખેડુત સમાજ મા આનંદની લાગણી પ્રસરેલ છે.

જીલ્લા બેંકની આ ભવ્ય જીતને કિશાન નેતા અને યુવા મંત્રીએ એમના પિતા અને ખેડુત નેતા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના ચરણોમાં અર્પણ કરેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.