Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક 28 હજારથી વધુ કેસ

તમામ પ્રયત્નો વચ્ચે ભારતમાં કોરોનાવાયરસનો કહેર સતત વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જારી કરેલા તાજેતરનાં આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર 28,637 નવા કોવિડ-19 નાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા હવે 8,49,553 પર પહોંચી ગઈ છે. વળી મૃતકોની સંખ્યા વિશે વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 551 લોકોનાં […]

India

તમામ પ્રયત્નો વચ્ચે ભારતમાં કોરોનાવાયરસનો કહેર સતત વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જારી કરેલા તાજેતરનાં આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર 28,637 નવા કોવિડ-19 નાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા હવે 8,49,553 પર પહોંચી ગઈ છે. વળી મૃતકોની સંખ્યા વિશે વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 551 લોકોનાં મોત થયા છે. આ પછી, મૃતકોની કુલ સંખ્યા વધીને 22,674 થઈ ગઈ છે. જો કે, 5,34,621 લોકો આ ખતરનાક વાયરસને હરાવવામાં સફળ થયા છે. જે સ્વસ્થ થઈ તેમના ઘરે પહોંચી ગયા છે. રિકવરી દરમાં પણ થોડો વધારો નોંધાયો છે, જે વધીને 62.92 ટકા થયો છે. આ સિવાય પોઝિટિવિટી રેટ 10.22 ટકા પર આવી ગયો છે.