સરબજીત ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને રણદીપ હૂડા સાથે કામ કરનાર અભિનેતા રંજન સહગલનું 36 વર્ષની વયે અવસાન થયું છે. રંજનના મૃત્યુનું કારણ ઓર્ગન ફેલિયર હોવાનું કહેવામાં આવી રહ્યું છે, એટલે કે, તેના ઘણા મહત્વપૂર્ણ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. રંજનપંજાબી ફિલ્મોની સાથે સાથે ટીવી પર પણ અભિનય કરી ચુક્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે સવારે રંજનનું મોત નીપજ્યું હતું. તે લાંબા સમયથી બીમાર હતો અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. રંજન સરબજીત સિવાય અનેક પંજાબી ફિલ્મોમાં કામ કર્યું હતું. તે ઘણી ટીવી સિરિયલો સાથે પણ સંકળાયેલ હતો. તેણે રિશ્તો સે બડી પ્રથા સિરિયલથી પોતાની ઓળખ બનાવી હતી. રંજન મૂળ એક થિયેટર કલાકાર હતો અને તે પંજાબી ફિલ્મોમાં નિયમિત થિયેટર પણ કરતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
