Not Set/ તો શું ભારતીય ક્રિકેટ ટીમ જલ્દી જ દેખાશે મેદાનમાં? જાણો ગાંગુલીએ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ સાથે શું કરી માંગ

ભારતીય ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ શનિવારે પુષ્ટિ કરી હતી કે, ભારતીય ટીમ આ વર્ષનાં અંતમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. બીસીસીઆઈનાં પ્રમુખ સૌરવ ગાંગુલીએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ક્વોરેન્ટાઇન અવધિ ઘટાડીને બે અઠવાડિયા કરતા ઓછુ કરવા જણાવ્યું છે. સૌરવ ગાંગુલી કહે છે કે બે અઠવાડિયાનો ક્વોરેન્ટાઇન સમય તણાવપૂર્ણ રહેશે. સૌરવ ગાંગુલીએ કહ્યું, હા, અમે આ વર્ષનાં અંતે […]

Uncategorized

ભારતીય ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ શનિવારે પુષ્ટિ કરી હતી કે, ભારતીય ટીમ આ વર્ષનાં અંતમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. બીસીસીઆઈનાં પ્રમુખ સૌરવ ગાંગુલીએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ક્વોરેન્ટાઇન અવધિ ઘટાડીને બે અઠવાડિયા કરતા ઓછુ કરવા જણાવ્યું છે. સૌરવ ગાંગુલી કહે છે કે બે અઠવાડિયાનો ક્વોરેન્ટાઇન સમય તણાવપૂર્ણ રહેશે.

સૌરવ ગાંગુલીએ કહ્યું, હા, અમે આ વર્ષનાં અંતે ઓસ્ટ્રેલિયા પ્રવાસની પુષ્ટિ કરી છે. આપણે ફક્ત 14-દિવસની ક્વોરેન્ટાઇન અવધિ ઘટાડવાનું છે, કારણ કે તે ખૂબ તણાવપૂર્ણ અને નિરાશાજનક હશે. તેમણે કહ્યું, ‘મેલબોર્ન સિવાય ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સ્થિતિ સારી છે. તેથી તે દૃષ્ટિકોણથી આપણે ત્યાં જઇ રહ્યા છીએ અને આશા છે કે ક્વોરેન્ટાઇનનાં દિવસો ટૂંકા હશે અને અમે ક્રિકેટ મેદાન પર પાછા આવી શકીશું.‘ શુક્રવાર સુધીમાં, 25 મિલિયનની વસ્તી સાથે ઓસ્ટ્રેલિયામાં 9000 થી વધુ કોવિડ-19 કેસ નોંધાયા હતા, જેમાં 106 લોકો મૃત્યુ પામ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.