બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર નિશાન બનવતા ખુબ જ ટ્રોલ કરી હતી. હવે તેણીને બળાત્કાર અને મોતની ધમકી આપવામાં આવી છે, ત્યારબાદ અભિનેત્રીએ મૌન તોડ્યું હતું અને યોગ્ય જવાબ આપ્યો હતો. રિયાએ ઇંસ્ટાગ્રામ પર ચેટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં એક યુઝરે તેની સાથે બળાત્કાર ગુજારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
રિયા ચક્રવર્તીએ જે ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે તે ચેટમાં લખ્યું હતું કે, “હું એ નિશ્ચિત કરીશ કે તારો બળાત્કાર અને હત્યા થાય. આત્મહત્યા કરો, નહીં તો હું તમને મારવા કેટલાક લોકોને મોકલીશ.”
આના જવાબમાં રિયા ચક્રવર્તીએ તેનું મૌન તોડતા લખ્યું કે, “મને મારવાનું કહેવામાં વાળા ક્યાં ગયા, પરંતુ હું ચૂપ રહી. પણ મારું મૌન તમને કેવી રીતે અધિકાર આપી શકે કે જો મેં આત્મહત્યા નહીં કરી, તો તમે મારા પર બળાત્કાર અને હત્યા કરશો? તમને આ વાતનો અહેસાસ છે કે તમે કેટલી ગંભીર વાત કહી છે? આ બધું ક્રાઈમ છે અને કાયદા પ્રમાણે તમે કોઈને પજવણી કરી શકતા નથી.”
રિયાએ સાયબર ક્રાઇમ હેલ્પલાઈન અને સાયબર ક્રાઇમ ભારતને ટેગ કર્યા છે અને તેમને યોગ્ય પગલા લેવા વિનંતી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
