Not Set/ રાજકોટમાં ફરી કોરોનાનાં કારણે 4 નાં ગયા જીવ, મરણજનારની કુલ સંખ્યા પહોંચી 40 પર…

  રાજકોટમાં કોરોનાનો કહેર પૂર પાટ રીતે ઉતરી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જી હા વાત કરવામાં આવી રહી છે કાળમુખાનાં કારણે મોતની સંક્રમણનાં વધતા કેસની નહીં. અધધધ કેસ તો સામે આવી જ રહ્યા છે ત્યારે શહેરમાં કોરોનાનાં કારણે મોતનો આંકડો પણ વધતો જોવામાં આવી રહ્યો હોવાથી ખડભડાટ સાથે ભયનો માહોલ પણ જોવામાં આવી […]

Gujarat Rajkot
 

રાજકોટમાં કોરોનાનો કહેર પૂર પાટ રીતે ઉતરી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જી હા વાત કરવામાં આવી રહી છે કાળમુખાનાં કારણે મોતની સંક્રમણનાં વધતા કેસની નહીં. અધધધ કેસ તો સામે આવી જ રહ્યા છે ત્યારે શહેરમાં કોરોનાનાં કારણે મોતનો આંકડો પણ વધતો જોવામાં આવી રહ્યો હોવાથી ખડભડાટ સાથે ભયનો માહોલ પણ જોવામાં આવી રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાનાં કારણે થનારા મોતનાં રોજીંદા આંકડા મામલે અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને વિવિદ રીતે સામે આવતા આંકડામાં છાસવારે વિસંગતતા જોવામાં આવી રહી છે, ત્યારે રાજકોટમાં એક સાથે કોરોનાથી વધુ 4 દર્દીઓના મોત થયાની વિગતોથી શહેરમાં ભયનું સામ્રાજ્ય જોવામાં આવી રહ્યું છે.

જી હા, બે દિવસ પહેલા 4, પછીનાં દિવસે 5 અને આજે ફરી 4 લોકોના રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત થયાની વિગતો વિદિત છે. અલબત તમામ કેસ રાજકોટના કે જીલ્લાનાં જ હોય તેવુ પણ બીલકુલ નથી, પરંતુ આજે સામે આવેલા 4 મોતમાં મરણજનાર દર્દીઓમાં રૈયા રોડ, એરપોર્ટ રોડ, ઘંટેશ્વર અને પરાપીપળીયા ગામનાં રહેલાશીએ હોવાની વિગતો સામે આવતા વિષય વધુ ચર્ચીત બન્યો છે. 

ઉલ્લેખનીય છે કે, રાજકોટનો કોરોના સંક્રમણનો આંક 800 વટાવી ચૂક્યો છે અને મોતની સંખ્યા મામલે રાજકોટમાં અત્યાર સુધી 40 લોકોના કોરોનાનાં કારણે મૃત્યુ થયાનુું નોંધવામાં આવ્યુંં છે. હાલ સુધીમાં રાજકોટમાં કુલ 872 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews