રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આવામાં કોરોનાના કેસ વડોદરામાં સતત વધી રહ્યા છે. શહેરમાં કોરોના પોઝિટીવ કેસ સાથે સાથે કોરોનાથી થતા મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં કોરોનાથી વધુ એક ભાજપના નેતાનું મોત થયું છે. ભાજપના ઉપપ્રમુખ મહેશ શર્માનું કોરોનાથી મોત નિપજ્યું છે.
મહેશ શર્મા વાઘોડિયા રોડની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી સારવાર લઈ રહ્યા હતા. જણાવી દઈએ કે મહેશ શર્માના પુત્ર અને પત્નીને પણ કોરોના થયો હતો. બંનેને ગઇકાલે જ સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે મહેશ શર્મા કોરોના સામેની જંગ જીતી શક્યા ન હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
