સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયા છોડ્યાને એક મહિનાથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ ચાહકો હજી પણ તેમની યાદોમાં ખોવાયેલા છે. તેઓ તેમના જૂના ફોટા અને વિડિયોઝ શેર કરીને તેમને યાદ કરતા રહે છે. આ દરમિયાન તેમના હમશકલ સચિન તિવારીની ચર્ચા થઈ રહી છે. સમાચાર આવી રહ્યા છે કે સુશાંતના જીવન પર બાયોપિક બનાવવામાં આવી રહી છે, જેમાં સચિન મુખ્ય ભૂમિકા ભજવશે. ‘સુસાઇડ યા મર્ડર’ નામની આ ફિલ્મનું પોસ્ટર પણ સામે આવ્યું છે.
સચિન તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કરીને ફિલ્મની વિગતો શેર કરી હતી. તેમણે લખ્યું, “એક છેટે શહર કા લડકા, ફિલ્મ ઇન્ડસ્ટ્રી કા ચમકતા સિતારા બનતા હૈ… યે સુશાંત કી જર્ની હૈ. સચિન તિવારી સુશાંત સિંહ રાજપૂત કે રૂપ મેં, એક આઉટસઈડર.”
આ મૂવીનું દિગ્દર્શન શમિક મૌલિક કરશે. તે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
યુપીના રાયબરેલીમાં રહેતા સચિન તિવારી એકદમ સુશાંત જેવા લાગે છે. તે સોશિયલ મીડિયા પર તેના વીડિયો શેર કરતો હતો, ત્યારબાદ તે ચર્ચામાં આવ્યો હતો.
નોંધપાત્ર વાત એ છે કે સુશાંતે 14 જૂન 2020 ના રોજ દુનિયાને અલવિદા કહી દીધી હતી. તેણે બાંદ્રા સ્થિત તેમના ઘરે જ ફાંસી લગાવી. તેમના મૃત્યુથી બધાને હચમચાવી દીધા હતા. મુંબઈ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
