Not Set/ શખ્સે સની લિયોની પર ફેંક્યો સાપ, તો એક્ટ્રેસની ડરનાંં કારણે હાલત થઇ ખરાબ, જુઓ વીડિયો

  બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન તેની સ્ટાઇલ માટે જાણીતી છે. આ દિવસોમાં સની લિયોન અમેરિકામાં તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે, પરંતુ તે ઘણીવાર સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને ઘણા વીડિયો અને ફોટા શેર કરે છે. તાજેતરમાં જ સની લિયોનીનો એક જૂનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ […]

Uncategorized

 

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન તેની સ્ટાઇલ માટે જાણીતી છે. આ દિવસોમાં સની લિયોન અમેરિકામાં તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે, પરંતુ તે ઘણીવાર સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને ઘણા વીડિયો અને ફોટા શેર કરે છે. તાજેતરમાં જ સની લિયોનીનો એક જૂનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ અભિનેત્રી ઉપર સાપ ફેંકી દે છે અને ડરને કારણે સની લિયોનીની હાલત ખરાબ થઇ જાય છે. આ વીડિયો ત્રણ વર્ષ જુનો છે પરંતુ ચાહકોનું ખૂબ ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે.

સની લિયોન ખુરશી પર બેસીને વીડિયોમાં કંઈક વાંચતી જોવા મળે છે. આ સમયે એક શખ્સ પાછળથી નકલી સાપ લાવે છે અને તેને સની લિયોની ઉપર ફેંકી દે છે અને ચાલ્યો જાય છે. સાપને જોતાં જ સની લિયોનની હાલત ડરને કારણે ખરાબ થઇ જાય છે અને તે ચીસો પાડવા લાગે છે. આ સાથે, સની તેની તરફ સાપ ફેંકી દેનાર વ્યક્તિની પાછળ દોડે છે. વીડિયોમાં અભિનેત્રીની અભિવ્યક્તિ જોવા જેવી છે. આ વીડિયો ભલે જૂનો છે, પરંતુ તે ઘણી બધી હેડલાઇન્સ બનાવી રહ્યો છે.

આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસ જેવા સંકટ વચ્ચે સની લિયોન તેના પરિવાર સાથે યુએસમાં તેના ઘરે પહોંચી છે. આ માહિતી અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી. અભિનેત્રીનાં વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં આગામી હોરર કોમેડી ફિલ્મ ‘કોકા-કોલા‘, ‘રંગીલા‘ અને ‘વિરમાદેવી‘માં જોવા મળશે. જણાવી દઈએ કે બિગ બોસમાં આવ્યા પછી સની લિયોનીની લોકપ્રિયતા વધતી જ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.