Not Set/ કોરોના મહામારી વચ્ચે બોલીવુડના આ એક્ટરે કરી સગાઈ, જુઓ ફોટો

બોલિવૂડ એક્ટર અંકુર રાઠીએ તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે. અંકુર ઘણા સમયથી અભિનેત્રી અનુજા જોશીને ડેટ કરી રહ્યો હતો અને હવે તેણે તેની સાથે સગાઈની સુંદર તસ્વીરો શેર કરી છે. આ તસ્વીર શેર કરતી વખતે અંકુરે કહ્યું કે સગાઇ 19 જુલાઇએ થઇ હતી. તેમણે કેપ્શનમાં લખ્યું હતું, ’19 જુલાઈ 2020. ‘ […]

Uncategorized

બોલિવૂડ એક્ટર અંકુર રાઠીએ તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે. અંકુર ઘણા સમયથી અભિનેત્રી અનુજા જોશીને ડેટ કરી રહ્યો હતો અને હવે તેણે તેની સાથે સગાઈની સુંદર તસ્વીરો શેર કરી છે. આ તસ્વીર શેર કરતી વખતે અંકુરે કહ્યું કે સગાઇ 19 જુલાઇએ થઇ હતી. તેમણે કેપ્શનમાં લખ્યું હતું, ’19 જુલાઈ 2020. ‘

બંનેના સગાઈના સમાચાર આવતાની સાથે જ ચાહકો અને મિત્રો તરફથી અભિનંદનની પ્રક્રિયા શરૂ થઈ હતી. જો કે, બંનેએ ક્યારેય તેમના સંબંધોને છુપાવવાનો પ્રયાસ કર્યો ન હતો અને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથે તસ્વીરો પોસ્ટ કરતા જોવા મળ્યા છે.

View this post on Instagram

19th July 2020. 💍

A post shared by Anuja Joshi (@anujabomajoshi) on

હવે જ્યારે આ બંનેએ સત્તાવાર રીતે તેમના સંબંધોને અપનાવ્યા છે, તો ચાહકો તેમને સતત અભિનંદન આપી રહ્યા છે. બંનેએ લોકડાઉન વચ્ચે સગાઈ કરી છે. પરંતુ તેમના લગ્નની યોજના શું છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. અનુજા અને અંકુર બંનેએ એક જ કેપ્શન શેર કરતાં સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરી હતી.

બીજી બાજુ જો વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો, અંકુર રાઠી છેલ્લે તપસી પન્નુ સાથે ફિલ્મ ‘થપ્પડ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેમના કામ માટે પણ તેમની પ્રશંસા કરવામાં આવી હતી. જોકે અંકુર ફિલ્મોમાં વધારે નામના મેળવી શક્યો નથી પરંતુ જ્યારે ઓટીટી પ્લેટફોર્મની વાત આવે છે, ત્યારે તે એક જાણીતો ચહેરો છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.