Not Set/ પત્નીએ પોતાના પતિથી થતી પરેશાનીઓ સોનું સૂદને જણાવતા, મળ્યો આ જવાબ

મજૂરોના મસીહા બનીને દેશભરમાં પ્રખ્યાત થઈ રહેલા અભિનેતા સોનુ સૂદની પાસે તમામ પ્રકારના લોકો મદદ માટે આવી રહ્યા છે. સોનુ સૂદ પણ દરેક રીતે દરેકની મદદ કરવામાં વ્યસ્ત છે. તેઓ સ્થળાંતર મજૂરોને તેમના ઘરે પહોંચડવા અને તેમને ખવડાવવાનું કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમની પ્રશંસા પણ થઈ રહી છે. આવી સ્થિતિમાં ઘણાં ટ્વિટર યુઝર્સ […]

Uncategorized

મજૂરોના મસીહા બનીને દેશભરમાં પ્રખ્યાત થઈ રહેલા અભિનેતા સોનુ સૂદની પાસે તમામ પ્રકારના લોકો મદદ માટે આવી રહ્યા છે. સોનુ સૂદ પણ દરેક રીતે દરેકની મદદ કરવામાં વ્યસ્ત છે. તેઓ સ્થળાંતર મજૂરોને તેમના ઘરે પહોંચડવા અને તેમને ખવડાવવાનું કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમની પ્રશંસા પણ થઈ રહી છે. આવી સ્થિતિમાં ઘણાં ટ્વિટર યુઝર્સ સોનુ સૂદની મજાક પણ ઉડાવી રહ્યા છે.

મહિલાએ સોનુની માંગી મદદ

હવે સુશ્રીમા આચાર્ય નામના યુઝરે સોનુ સૂદને મદદ માટે કહ્યું છે. સુશ્રીમા તેના પતિ સાથે લોકડાઉનમાં રહીને કંટાળી ગઈ છે. તેણે સોનુને ટ્વિટ કરતા કહ્યું કે ‘સોનુ સૂદ હું જનતા કર્ફ્યુથી લઈને લોકડાઉન 4 સુધી મારા પતિ સાથે રહી છું. શું તમે તેમને ક્યાંક મોકલી શકો છો અથવા મને મારી માતાના ઘરે મોકલી શકો છો, કેમ કે હવે હું તેમની સાથે રહી શકતી નથી.

મહિલાના ટ્વીટનો જવાબ આપતાં સોનુએ લખ્યું, ‘મારી પાસે વધુ સારી યોજના છે. હું તમને બંનેને સાથે ગોવામાં મોકલું છું. તમે શું કહો છો? ‘

 આપને જણાવી દઈએ કે અગાઉ એક ટ્વિટર યુઝરે સોનુ સૂદને દારુના ઠેકા પર પહોંચડવા કહ્યું હતું. યુઝરે લખ્યું, ‘સોનુ ભાઈ, હું મારા ઘરમાં ફસાયો છું. મને ઠેકા પર લઈ જાઓ. તેના જવાબમાં સોનુ હસવું રોકી શક્યો નહીં અને તેણે જવાબ આપ્યો, ‘ભાઈ, હું ઠેકા કરીને ઘર પહોંચાડી શકું છું. જો જરૂરી હોય તો બોલો.

સોનુ સૂદ હજારો સ્થળાંતર મજૂરોને તેમના ઘરે પહોંચાડી ચુક્યા છે. આ માટે બોલિવૂડ સ્ટાર્સથી લઈને રાજ્યોના નેતાઓએ પણ તેમની પ્રશંસા કરી છે. આ સાથે, તમામ દેશવાસીઓ સોનુ સૂદની પ્રશંસા કરી રહ્યા છે અને મજૂરોને મદદ કરવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.