Not Set/ નવરાત્રીના બીજે નોરતે માં ‘જગદંબા’ ની કરો આરાધના

દધ્યાના કરપદ્માભ્યાં અક્ષમાલા કમંડલુ | દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા || નવરાત્રિના બીજા દિવસે આ મંત્રથી જો માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે તો સાધકના જીવનમાં તપ, ત્યાગ, સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં આવતા ગમે તેવા સંઘર્ષના સમયમાં મન વિચલિત થતું નથી. નવરાત્રિના બીજા દિવસે જગત જનની માં જગદંબાએ બીજા નોરતે માતાજીએ બ્રહ્મચારિણી સ્વરૂપ […]

Uncategorized

દધ્યાના કરપદ્માભ્યાં અક્ષમાલા કમંડલુ |

દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ||

નવરાત્રિના બીજા દિવસે આ મંત્રથી જો માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે તો સાધકના જીવનમાં તપ, ત્યાગ, સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં આવતા ગમે તેવા સંઘર્ષના સમયમાં મન વિચલિત થતું નથી.

નવરાત્રિના બીજા દિવસે જગત જનની માં જગદંબાએ બીજા નોરતે માતાજીએ બ્રહ્મચારિણી સ્વરૂપ ધારણ કર્યું હતું. બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરવાવાળાં.

નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના અને પૂજા કરવામાં આવે છે. બ્રહ્મનું આચરણ કરીને બુદ્ધિશક્તિ તીવ્ર બનાવવા માટે માતા બ્રહ્મચારિણીની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે.

માતાજીના જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ છે. બ્રહ્મચારિણી દેવી તેમના પૂર્વજન્મમાં પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ્યાં હતા. દેવર્ષિ નારદજીના ઉપદેશથી માતાજીએ ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ તપસ્યા કરવાથી માતાજી તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણીના નામથી ઓળખાયાં.