આજે જુલાઈનો અંતિમ દિવસ છે અને આવતી કાલથી ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે. આ મહિનાનાં પ્રથમ દિવસે એટલે કે 1 ઓગસ્ટનાં રોજ દેશનાં મોટાભાગનાં વિસ્તારોમાં બેંકો બંધ રહેશે. જણાવી દઇએ કે, આ દિવસે બકરી ઈદને કારણે, બેંકોમાં કોઈ કામ થશે નહીં. જો આપણે પૂરા મહિનાની વાત કરીએ તો બેંકો કુલ 17 દિવસ બંધ રહેશે. એટલે કે, ઓગસ્ટમાં બેંકમાં જતા પહેલાં એકવાર રજાની યાદી ચેક કરી લો. આપણે જાણીએ કે નવા મહિનામાં કેટલી વાર બેંકો બંધ રહેશે.
તમને જાણીને નવાઇ લાગશે પણ આવતા મહિને એટલે કે ઓગસ્ટમાં 17 દિવસો એવા છે જ્યારે બેંક બંધ રહેશે. 1 ઓગસ્ટનાં રોજ બકરી ઈદનાં કારણે બેંકો બંધ છે, અને 2 ઓગસ્ટે, સાપ્તાહિક રજા રવિવાર છે. વળી 3 ઓગસ્ટે રક્ષાબંધનને કારણે, દેશનાં કેટલાક ભાગોમાં બેંકોમાં કોઈ કામ થશે નહીં. એટલે કે, મહિનાનાં પ્રથમ ત્રણ દિવસ બેંકો બંધ રહેશે. ત્યારબાદ 8 ઓગસ્ટે મહિનાનો બીજો શનિવાર છે. આ દિવસ બેંકોમાં સાપ્તાહિક રજા છે. વળી 9 ઓગસ્ટને રવિવારે બેંકો બંધ રહેશે.
દેશનાં જુદા જુદા ભાગોમાં 11 અને 12 ઓગસ્ટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર છે. આ પ્રસંગે બેંકોમાં રજા રહેશે. પેટ્રિયોટ ડે નાં કારણે 13 ઓગસ્ટે બેંકો ઇમ્ફાલ ઝોનમાં બંધ રહેશે. 15 ઓગસ્ટે રાષ્ટ્રીય સ્વતંત્રતા દિવસ છે. તે રાષ્ટ્રીય રજા છે. વળી 16 ઓગસ્ટે રવિવાર હોવાને કારણે બેંકો કાર્ય કરશે નહીં. જેનો અર્થ છે કે 15 અને 16 ઓગસ્ટે બેંકો સતત બે દિવસ બંધ રહેશે. 20 ઓગસ્ટે શ્રીમંત સંકરાદેવ અને 21 ઓગસ્ટે હરિતાલિકા તીજ નિમિત્તે કેટલાક રાજ્યોમાં બેંકો બંધ રહેશે. તેવી જ રીતે 22 ઓગસ્ટે ગણેશ ચતુર્થીને કારણે દેશનાં મોટાભાગનાં વિસ્તારોમાં બેંકો બંધ રહેશે. 23 ઓગસ્ટે રવિવાર છે. આ સિવાય 29 ઓગસ્ટે મહિનાનો ચોથો શનિવાર છે, જે બેંકો માટે સાપ્તાહિક રજા છે. આ દિવસે કેટલાક રાજ્યોમાં પણ કર્મ પૂજાની ઉજવણી કરવામાં આવે છે. વળી 30 ઓગસ્ટને રવિવારે બેંકો બંધ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
