Not Set/ સુસાઈડના 1 અઠવાડિયા પહેલાથી સુશાંત ઈન્ટરનેટ પર સતત સર્ચ કરતો આ 3 ચીજ

ટેલીવૂડમાંથી દર્શકોના મન જીતી લીધા બાદ સુશાંત સિંહ રાજપૂતે ઘણા ઓછા સમયમાં જ  બોલિવૂડમાં પણ પોતાનો ડંકો વગાડી લીધો હતો. દર્શકો સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મો જોવી પણ ખૂબ પસંદ કરતા. ત્યાં અચાનક સુશાંત સિંહ રાજપૂતના સૂસાઈડના સમાચાર સાંભળીને તેમના ફેન્સ પણ હવે જાણે દુખી થઈ ગયા છે. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત  કેસમાં દર રોજ […]

Uncategorized

ટેલીવૂડમાંથી દર્શકોના મન જીતી લીધા બાદ સુશાંત સિંહ રાજપૂતે ઘણા ઓછા સમયમાં જ  બોલિવૂડમાં પણ પોતાનો ડંકો વગાડી લીધો હતો. દર્શકો સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મો જોવી પણ ખૂબ પસંદ કરતા. ત્યાં અચાનક સુશાંત સિંહ રાજપૂતના સૂસાઈડના સમાચાર સાંભળીને તેમના ફેન્સ પણ હવે જાણે દુખી થઈ ગયા છે.

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત  કેસમાં દર રોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. મુંબઇ પોલીસે સુશાંતની મોતને પહેલાથી જ આત્મહત્યા જણાવી છે. પરંતુ બિહાર પોલીસને આ વાત હજી પણ હજમ નથી થઈ રહી. બિહાર પોલીસ આ વાતને માનવા સહેજ પણ તૈયાર નથી. આ વચ્ચે મુંબઇ પોલીસે સુશાંતને લઇને એક નવો ખુલાસો કર્યો છે. પોલીસના એક અધિકારીનો મોટો દાવો છે કે સુશાંત આત્મહત્યાના એક સપ્તાહ પહેલા ગુગલ પર ત્રણ વસ્તુઓ જ સતત સર્ચ કરી રહ્યો હતો. એક તો ન્યૂઝ રિપોર્ટમાં પોતાનું નામ, પોતાની પૂર્વ મેનેજર દિશા સાલિયાનનું નામ અને પોતાની બીમારી…

ઉલ્લેખનીય છે કે 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂત 14 જૂને પોતાના બાન્દ્રા સ્થિતિ નિવાસ સ્થાને મૃત મળી આવ્યા હતા. સુશાંતની મોતના એક સપ્તાહ પહેલા તેની ભૂતપૂર્વ મેનેજર દિશાએ આત્મહત્યા કરી હતી. આ સાથે જ સુશાંતનું ડિપ્રેશનની સારવાર પણ ચાલી રહી હતી.

એક અંગ્રેજી ન્યૂઝ પેપર ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી ખબર મુજબ એક મોટા પોલીસ અધિકારીનો દાવો છે કે જે દિવસે સુશાંતે આત્મહત્યા કરી હતી તે દિવસે (14 જૂન) પણ તેમણે ગૂગલ પર પોતાનું નામ સર્ચ કર્યું હતું. અધિકારીનો દાવો છે કે આ તમામ જાણકારી તેના મોબાઇલ અને લેપટોપના ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવી છે. 

આ કેસની તપાસ કરી રહેલા અધિકારીએ જણાવ્યું કે સુશાંતના એકાઉન્ટમાંથી જે પણ પૈસા નીકાળવામાં આવ્યા હતા તે તમામ તેના ઓળખીતા લોકોના ખાતામાં ગયા છે. તેણે ગત વર્ષે સૌથી મોટું ટ્રાન્જેશન 2.5 કરોડ રૂપિયાનું કર્યું હતું. અને તેમણે આ પૈસા જીએસટીની રીતે આપ્યા હતા. આ કેસમાં મુંબઇ પોલીસે અત્યાર સુધી 40 લોકોના નિવેદન નોંધ્યા છે. આ કેસમાં પોલીસે ત્રણ મનોચિકિત્સકોનું પણ નિવેદન નોંધ્યું છે.

આ પણ વાંચો- શું મને કોરોના થશે એ ડરથી લાગી શકે છે કોરોનાનો ચેપ?

આ પણ વાંચો- ચહેરા પર ડાઘા, કરચલી, રેશિસની સમસ્યાથી બચવા જરૂરી છે આ ચીજ

પોલીસનું કહેવું છે કે આત્મહત્યાના કેસ પછી તેમના પિતા કે.કે.સિંહ, બેન નીતૂ અને મિતુ સિંહનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. અને કોઇ પણ મોતનો આરોપ નથી લગાવ્યો. પોલીસનો દાવો છે કે આ કેસમાં પ્રોફેશનલ રાઇવરી હેઠળ અત્યાર સુધીમાં તપાસ કરવામાં આવી છે. અને અનેક પ્રોડક્શન હાઉસના સ્ટાફનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. આ મામલે મુંબઇ પોલીસ તપાસ કરી રહી છે હવે તેના પરિવારે પટનામાં પણ ફરિયાદ કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને 
Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ 
અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.