Not Set/ સલમાન ખાનની આ ફિલ્મમાં યુપીના બાઈકર્સ, જોવા મળશે ‘મોતનો કુવો’…

મુંબઇ, બોલિવૂડના ભાઇજાન આજકાલ તેમની ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં ખુબ જ વ્યસ્ત છે. પ્રેક્ષકોને આશા છે કે આ ફિલ્મ સાથે સલમાન અને કેટરીના કૈફ વિવિધ પ્રકારની ખાસ સરપ્રાઈઝ આપશે. આવામાં  ફિલ્મના શૂટિંગ પહેલાં જ ટીમએ સ્પષ્ટ કર્યું હતું કે સલમાનની આ મૂવીમાં સૌથી વધુ એક્શન જોવા મળશે. વેલ  આ ફિલ્મમાં એવા સ્ટંટ બતાવવામાં આવશે જે ભારતના […]

Uncategorized

મુંબઇ,

બોલિવૂડના ભાઇજાન આજકાલ તેમની ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં ખુબ જ વ્યસ્ત છે. પ્રેક્ષકોને આશા છે કે આ ફિલ્મ સાથે સલમાન અને કેટરીના કૈફ વિવિધ પ્રકારની ખાસ સરપ્રાઈઝ આપશે. આવામાં  ફિલ્મના શૂટિંગ પહેલાં જ ટીમએ સ્પષ્ટ કર્યું હતું કે સલમાનની આ મૂવીમાં સૌથી વધુ એક્શન જોવા મળશે.

વેલ  આ ફિલ્મમાં એવા સ્ટંટ બતાવવામાં આવશે જે ભારતના ઘણા મોટા મેળાઓમાં જોઇ શકાય છે અને આ સ્ટંટ સીનની નામ છે ‘મોતનો કુવો’

શનિવારે ભારત ફિલ્મ નિર્દેશક અલી અબ્બાસ ઝફરએ તેના Twitter એકાઉન્ટથી આ વિશે જાણ કરી હતી. તેમણે ટ્વીટ કરતા જણાવ્યું કે , “હવે એક ખૂબ જ શાનદાર સિક્વન્સ મોતનો કુવો પૂર્ણ  કર્યો છે. આ મારા જીવનની સૌથી ડેયરીંગ સ્ટંટ છે. તે ઉત્તર પ્રદેશના રાઇડર્સ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે. ફિલ્મની તૈયારી  જોઇને લાગી રહ્યું છે કે આ મૂવી ખુબ જ સારી બનશે.

ભારતમાં સલમાન ખાન ઉપરાંત કેટરીના કૈફ, દિશા પાટની, સુનીલ ગ્રોવર પણ જોવા મળશે. સમાચાર મુજબ, ફિલ્મ 5 જૂન, 2019 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ સાથે સલમાન તેના ચાહકોને ઈદની ઈદી  આપશે. હવે જોવાનું એ રહેશે કે બોક્સ ઓફિસ પર સલમાન ખાનની આ મૂવી કેટલી સારી કમાણી કરે છે.