Not Set/ ક્રિકેટ/ રાંચી ટેસ્ટમાં જીત બાદ મહેન્દ્રસિંહ ધોનીએ કરી ખેલાડીઓ સાથે મુલાકાત

ભારતે મંગળવારે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (જેએસસીએ) સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામે જોરદાર જીત નોંધાવી છે. જે બાદ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેની ટીમનાં સાથીઓને મળ્યા હતા. ભારતે પોતાનું દમદાર પ્રદર્શન ચાલુ રાખતા શ્રેણીની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને ઇનિંગ્સ અને 202 રનથી હરાવ્યું હતું. મેચ બાદ ધોની સ્પિન બોલર શાહબાઝ નદીમ સહિત અન્ય ખેલાડીઓની […]

Uncategorized

ભારતે મંગળવારે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (જેએસસીએ) સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામે જોરદાર જીત નોંધાવી છે. જે બાદ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેની ટીમનાં સાથીઓને મળ્યા હતા. ભારતે પોતાનું દમદાર પ્રદર્શન ચાલુ રાખતા શ્રેણીની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને ઇનિંગ્સ અને 202 રનથી હરાવ્યું હતું.

Image result for dhoni spotted in indias dressing-room

મેચ બાદ ધોની સ્પિન બોલર શાહબાઝ નદીમ સહિત અન્ય ખેલાડીઓની મુલાકાત કરતા જોવા મળ્યો હતો. બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) એ પણ તેનો એક ફોટો ટ્વીટ કર્યો છે. ભારતનાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ ધોની સાથે એક ફોટો શેર કર્યો છે. તેણે લખ્યું કે, “શ્રેણીમાં મોટી જીત બાદ આ મહાન ભારતીય ખેલાડીને જોઇને સારું લાગ્યુ.”

આ મજબૂત જીત સાથે ભારતે ટેસ્ટ સિરીઝમાં 3-0થી ક્લિન સ્વીપ કર્યુ છે. ભારતીય ટીમ પ્રથમ વખત સાઉથ આફ્રિકાની ટીમને ક્લિન સ્વીપ કરવામાં સફળ રહી છે. દક્ષિણ આફ્રિકા સામે ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. ભારતે પણ ઘરની ધરતી પર સતત 11 ટેસ્ટ શ્રેણી જીતીને રેકોર્ડ બનાવ્યો છે.

આ 27 વર્ષમાં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાની ક્લીન સ્વીપ છે. આ જીતથી ભારતે 40 પોઇન્ટ મેળવ્યા છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની પાંચેય મેચ જીતીને 240 પોઇન્ટ સાથે ટોચ પરની સ્થિતિ મજબૂત બનાવી છે. રોહિત શર્માને ‘મેન ઓફ ધ સીરીઝ’ અને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.