શુક્રવારે સાંજે અર્જુન કપૂર અને મલાઇકા અરોડા વારંવાર સાથે સ્પોટ થતા હોય છે. જોકે આ વખતે બંને લીલાવતી હોસ્પિટલની બહાર જોવા મળતા તેમના ફેન્સે આશ્ચર્ય થયું હતું. જોકે એ ખબર ન પડી કે હંમેશાં પાર્ટી અને ગેટ ટુ ગેધર કે પછી ડેટ પર સ્પોર્ટ થનારા અર્જુન અને મલાઇકા અચાનક હોસ્પિટલ પાસે કેમ જોવા મળ્યા.
બંનેના લગ્નની અફવાનું બજાર ગરમ છે ત્યારે એવી પણ ચર્ચા છે કે આ કપલ 19 એપ્રિલે લગ્નબંધનમાં બંધાશે. હાલમાં બેમાંથી કોઈએ પણ પોતાના લગ્નની વાતને પુષ્ટિ નથી આપી. પરંતુ અવારનવાર તેઓ પોતાના મજબૂત સંબંધના પુરાવા આપતા નજરે પડતા હોય છે. મલાઇકાએ કોફી વિથ કરણમાં અર્જુન સાથે પોતાના સંબંધો સ્વીકારતા કહ્યું હતું કે મને અર્જુન પસંદ છે.
મલાઇકા વેકેશન માટે માલદીવ્સ હતી તો અર્જુન પણ માલદીવ્સ પહોંચી ગયો હતો. બંને એરપોર્ટ પર પણ સાથે સ્પોટ થયા હતા. તાજેતરમાં જ મલાઇકાએ એવી પોસ્ટ લખી હતી જેમાં લખ્યું હતું કે સોલમેટ, એક એવો માણસ જેને મળીને એક ખાસ કનેકશન અનુભવાતું હોય.. એવું કનેકશન જે પહેલા કયારેય ન અનુભવ્યું હોય, સમય સાથે આ સંબંધ ગાઢ બનતો જાય છે. જે તમને શાંતિ, રાહત અને ચારે બાજુ ખુશીઓ આપે છે. જોકે આ પોસ્ટમાં મલાઇકાએ કોઈનું નામ નહોતું લખ્યુ પણ લોકો સમજી ગયા હતા કે મલાઇકાએ આ પોસ્ટ અર્જુન માટે જ લખી છે.
