ક્યારેક ક્યારેક પ્રેમ પ્રકરણોની આવી ઘટનાઓ સામે આવે છે કે, લોકો વિચારતા થઇ જાય છે કે, શું આને પ્રેમ કહી શકાય, જી હા, આવી જ પ્રેમ પ્રકરણની કુરુણ ઘટના સામે આવી છે ભરુચમાં થી. પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ સામે આવ્યો છે અને ખુદ પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી અને પોતે પણ આત્મહત્યા કરી લીઘી છે.
જી હા, સામે આવતી વિગતો પ્રમાણે ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ સેફાયર એપાર્ટમેન્ટ નજીકથી પરિણીત યુવતી અને યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રેમીએ પરણિત પ્રેમિકાની હત્યા કર્યા બાદ જાતે આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમીક માહિતી પ્રમાણે સામે આવી રહ્યું છે.
ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ સી ડીવીઝન પોલીસ સ્ટેશનની પાછળના ભાગે આજે અવાવરું જગ્યામાં ભર બપોરના સમયે એક યુવતી અને યુવાનનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
સ્થાનિકોએ આ અંગેની જાણ પોલીસને કરતા સી ડીવીઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરુ કરી હતી જેમાં યુવતી અને યુવાન શહેરની રૂંગટા સ્કુલ પાસે રહેતા હોવાનું બહાર આવ્યું હતું.મૃતક યુવતી અલકા જગદીશ સુથાર પરણિત છે અને તેને સંતાનમાં બે બાળકો છે.મૃતક યુવાન તેની સામે જ રહેતો તુલસી સોલંકી હોવાનું બહાર આવ્યું છે.પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતા
યુવતી લોકોના ઘરે ઘરકામ કરતી હોય આજે બપોરના સમયે તેનો પતિ તેને સી ડીવીઝન પોલીસ સ્ટેશન નજીક મૂકી ગયો હતો અને બાદમાં તેનો પત્ની સાથે કોઈ જ સંપર્ક થયો ન હતો.બપોરના સમયે બન્ને સેફાયર એપાર્ટમેન્ટ નજીકની અવાવરું જગ્યાએ મળ્યા હતા અને કોઈક બાબતે તોએ વચ્ચે ઝઘડો થતા પ્રેમીએ પ્રથમ પ્રેમિકાની હત્યા કર્યા બાદ જાતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને સ્થળ પરથી છરી અને દાતરડું પણ મળી આવ્યા છે
મુનિર પઠાન, મંતવ્ય ન્યૂઝ – ભરૂચ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
