હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે જેની સૌથી મોટી પ્રતિકુળ અસર જો કોઈને પડી હોય તો તે છે બાળકોના શિક્ષણ પર, ખાનગી અને સરકારી શાળાઓએ ઓનલાઈન એજ્યુકેશનની વ્યવસ્થા ઉભી કરી શિક્ષણ આપવાનું શરુ કર્યું છે. જો કે આ પદ્ધતિ સામે વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી થોડો વિરોધ થઇ રહ્યો છે. આવા વાતાવરણ વચ્ચે જામનગરમાં આ જ શિક્ષણ પદ્ધતિએ એક માસુમ વિદ્યાર્થીનીનો ભોગ લઇ લીધો છે. વિદ્યાર્થીના પિતાએ ઓનલાઈન શિક્ષણ બાબતે ઠપકો આપતા વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે.
પાને જણાવીએ કે, જામનગરમાં ઓનલાઈન શિક્ષણ એક વિદ્યાર્થીની માટે અભિશાપરૂપ બની ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના એરફોર્સ-2 રોડ નજીક આવેલ રામકૃષ્ણ સોસાયટી શેરી નં.7માં રહેતા દિનેશભાઇ અકબરીની 17 વર્ષીય પુત્રી બ્રિન્દાએ ગઈકાલે સાંજે પોતાના ઘરે પંખા સાથે ચુંદડી વડે ગળેફાસો ખાઇ જીવતરનો અંત આણ્યો હતો.
આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું. આ બનાવ અંગે સીટી સી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફે સ્થળ પર પહોચી મૃતકનો કબજો સંભાળી જીજી હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકના માતા રેખાબેને આ બનાવ અંગે પોલીસમાં નિવેદન આપ્યું હતું કે મૃતકને તેના પિતાએ ઓન લાઇન અભ્યાસ કરવા બાબતે થોડો ઠપકો આપ્યો હતો જેથી તેણીને લાગી આવ્યું હતું અને ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ બનાવે આ વિસ્તાર તેમજ પટેલ સમાજમાં ચકચાર સાથે શોક જન્માવ્યો છે. ઓન લાઈન એજ્યુકેશન બાબતે તરુણીએ જીવ ગુમાવતા શહેરમાં પણ ચર્ચાઓ જાગી છે.
@સલમાન ખાન મંતવ્ય ન્યુઝ જામનગર….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
