Not Set/ એક વર્ષ માટે પોસ્ટપોન થઇ આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’, 2021માં આ દિવસે થશે રિલીઝ

આમિર ખાનની ફિલ્મ ‘ લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝની આતુરતાથી રાહ જોતા ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. હવે દર્શકોએ આ ફિલ્મ માટે આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે. મેકર્સે આની જાહેરાત કરી છે. ફિલ્મ વિવેચક તરણ આદર્શે સોશિયલ મીડિયા પર ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષે ‘લાલ સિંહ […]

Uncategorized

આમિર ખાનની ફિલ્મ ‘ લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝની આતુરતાથી રાહ જોતા ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. હવે દર્શકોએ આ ફિલ્મ માટે આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે. મેકર્સે આની જાહેરાત કરી છે. ફિલ્મ વિવેચક તરણ આદર્શે સોશિયલ મીડિયા પર ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષે ‘લાલ સિંહ ચઢ્ઢા ‘ નાતાલના પ્રસંગે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તમારે તેના માટે એક વર્ષ રાહ જોવી પડશે.

આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ હવે આવતા વર્ષે નાતાલના પ્રસંગે રિલીઝ થશે. આપને જણાવી દઈએ કે ફિલ્મના નિર્માતાઓ નથી ઇચ્છતા કે આમિરની આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રીલીઝ થાય, તેથી જ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે.

કોરોના વાયરસ લોકડાઉન બાદ હવે આમિર ખાને ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આમિર ખાનની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે જેમાં તે તુર્કીમાં જોવા મળી રહ્યો છે. જ્યારે આમિરે આ ફિલ્મ માટે કોલકાતાથી લઈને પંજાબ, રાજસ્થાન, ગુજરાત જેવા ઘણા રાજ્યોમાં શૂટિંગ કર્યુ હતું, હવે તેણે વિદેશમાં શૂટિંગનું શિડ્યુલ પૂર્ણ કરવાનું શરૂ કરી દીધું છે.

‘લાલ સિંહ ચઢ્ઢા’ એ 1994 માં રોબર્ટ જેમેકિસ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ ની ઓફિશિયલ હિન્દી રિમેક છે. હોલીવુડના સુપરસ્ટાર ટોમ હેન્ક્સ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ માં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મે ઓસ્કર સાથે ઘણા એવોર્ડ જીત્યા હતા. ‘લાલ સિંહ ચઢ્ઢા’નું દિગ્દર્શન અદ્વૈત ચંદન કરી રહ્યા છે, જ્યારે આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. આમિર ફિલ્મમાં કરીના સાથે જોડી બનાવી છે. આ પહેલા તે ‘થ્રી ઇડિયટ્સ’ અને ‘તલાશ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.