ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ બેકાબૂ બન્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 80000ને પર કરીચુક્યો છે. ત્યારે હજુ પણ લોકોમાંકોરોના ગાઈડ લાઇન્સનું મોટા પાયે ઉલ્લંઘન કરતાં જોવા મળી રહ્યા છે.
ગાંધીનગર ખાતે 15 ઓગસ્ટ કાર્યક્રમમાં એકઠા થયેલા અધિકારીઓ એક પછી એક કોરોનના ખપ્પરમાં આવી રહ્યા છે. હવે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર રતન કંવર ગઢવી કોરોના પોઝિટિવ આવ્યા છે. અગાઉ સિટી ઇજનેર ડેપ્યુટી કમિશનર અને અન્ય બે કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. હવે મેયર સહિતના પદાધિકારીઓની ક્વોરોન્ટાઇન થવું પડશે.
અત્રે નોધનીય છે કે, રાજયસભાની ચૂંટણી બાદ જ ગુજરાત કોંગ્રેસનાં નેતા ભારત સિંહ સોલંકી પણ કોરોના સંક્રમિત બન્યા હતા જે હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે આની પણ કેટલાક ધારાસભ્યો હતા કે જે રાજયસભાની બાદ કોરોના સંક્રમિત બન્યાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
