સુપરસ્ટાર રજનીકાંત ચાર દાયકાથી વધુ સમયથી સમગ્ર વિશ્વમાં લોકોના દિલો પર રાજ કરે છે. બોલિવૂડથી સાઉથની ફિલ્મો સુધીની શાનદાર સફર કરનાર સુપરસ્ટાર રજનીકાંતે વર્ષ 1975 માં તમિળ ફિલ્મ અપૂર્વ રાગંગલથી તેમની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. રજનીકાંતને તેમના નોંધપાત્ર યોગદાન બદલ 2000 માં ‘પદ્મભૂષણ’ અને 2016 માં ‘પદ્મવિભૂષણ’થી નવાજવામાં આવ્યા છે.
In recognition of his outstanding contribution to Indian cinema, during the past several decades, I am happy to announce that the award for the ICON OF GOLDEN JUBILEE OF #IFFI2019 is being conferred on cine star Shri S Rajnikant.
IFFIGoa50 pic.twitter.com/oqjTGvcrvE— Prakash Javadekar (@PrakashJavdekar) November 2, 2019
હવે, માહિતી પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે શનિવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ દ્વારા જાહેરાત કરી છે કે રજનીકાંતને ભારતના 50 મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (આઈએફએફઆઈ 2019) માં ‘આઈકન ઓફ ગોલ્ડન જ્યુબલી એવોર્ડથી નવાજવામાં આવશે. તેમણે ટ્વિટ કર્યું, ‘છેલ્લા ઘણા દાયકાઓથી ભારતીય સિનેમામાં તેમના (રજનીકાંત) શ્રેષ્ઠ યોગદાન બદલ આઈએફએફઆઈ 2019 માં તેમને ‘આઈકન ઓફ ગોલ્ડન જ્યુબલી એવોર્ડ’એનાયત કરવામાં આવશે તે અંગે મને ખુશી થાય છે.
I thank the government of India for this prestigious honour bestowed upon me on the golden jubilee of the International film festival of India 🙏🏻#IFFI2019
— Rajinikanth (@rajinikanth) November 2, 2019
બીજી બાજુ જાવડેકરના આ ટ્વિટ પછી, રજનીકાંતે પણ એક ટ્વીટમાં ભારત સરકારનો આભાર માન્યો હતો.આપને જણાવી દઈએ કે, આ વર્ષના અંતમાં ગોવામાં આઇએફએફઆઈ યોજાશે. નોંધપાત્ર વાત એ છે કે રજનીકાંતને એસપી મુથુરામનની ફિલ્મ ‘ભુવન ઓરૂ કેલ્વિકુરી’માં મુખ્ય હિરોની ભૂમિકા મળી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
