Not Set/ ‘લગ્ન હવે ભગવાન ભરોસે….’જાણો કઇ હીરોઇને આવું કહ્યું

મુંબઇ, બોલિવૂડમાં હાલ વેડિંગ સીઝન ચાલી રહ્યું છે. અનુષ્કા, સોનમ, દીપિકા અને પ્રિયંકા ચોપરા લગ્નના બંધનમાં બંધાય ગયા છે. આવી સીઝનમાં વધુ એક એક્ટ્રેસે તેનો લગ્ન વિશે ખુલીને ચર્ચા કરી.જાણીતા અંગ્રેજી અખબાર મુંબઈ મિરરને આપેલી એક ઈન્ટરવ્યુમાં કેટરીના કૈફ લગ્ન અને બાળકોના પ્લાન વિશે ખુલ્લી વાત કરી છે. કેટરીનાએ કહ્યું કે, “કેટલાક સમય પહેલા લગ્ન મારા મનમાં […]

Uncategorized

મુંબઇ,

બોલિવૂડમાં હાલ વેડિંગ સીઝન ચાલી રહ્યું છે. અનુષ્કા, સોનમ, દીપિકા અને પ્રિયંકા ચોપરા લગ્નના બંધનમાં બંધાય ગયા છે. આવી સીઝનમાં વધુ એક એક્ટ્રેસે તેનો લગ્ન વિશે ખુલીને ચર્ચા કરી.જાણીતા અંગ્રેજી અખબાર મુંબઈ મિરરને આપેલી એક ઈન્ટરવ્યુમાં કેટરીના કૈફ લગ્ન અને બાળકોના પ્લાન વિશે ખુલ્લી વાત કરી છે.

કેટરીનાએ કહ્યું કે, “કેટલાક સમય પહેલા લગ્ન મારા મનમાં હતા. પરંતુ ત્યારે ચીજો ઇચ્છા મુજબ ન થઇ શકી. ત્યારથી, મેં યુનિવર્સ પર બધું છોડી દીધું છે. જે જીવન તમારા માટે નક્કી કરવામાં આવ્યું છે, તમારે તે કરવું પડશે. હવે મને આ બધી બાબતો વિશે ચિંતા થતી નથી.

Image result for katrina kaif

અભિનેત્રીએ કહ્યું, “મેં લડાઈ લડી અને હવે હું શાંતિ અનુભવું છું કે આ હકીકત એ છે કે જે તમે વિચાર્યું તે કરી શકાતું નથી. હવે મેં બધું જ ભગવાન પર છોડી દીધું છે. “જણાવીએ કે કેટરીના અભિનેતા રણબીર કપૂર સાથે 5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહી હતી અને 2016માં બંનેનું બ્રેકઅપ થઇ ગયું. હવે કેટરીના સિંગલ છે. તો રણબીર કપૂર અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે ડેટિંગ કરી રહ્યો છે. કેટરીના અને આલિયા પણ સારા મિત્રો છે. જો કે, રણબીર કપૂર અને બે અભિનેત્રીઓ વચ્ચેની મિત્રતામાં તણાવના અહેવાલો છે.

Image result for katrina kaif relationship

વેલ, કેટરીના માને છે કે તેના ખરાબ અનુભવને લીધે તેનો પ્રેમ પરનો ભરોસો ઉઠ્યો નથી. તે કહે છે કે “મને ખબર છે કે પ્રેમ મારા જીવનમાં યોગ્ય સમયે આવશે.

Image result for katrina kaif

કટરીનાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો ત્યારે તેની આગામી ફિલ્મ ‘ઝીરો’ ડિસેમ્બરમાં રિલીઝ થશે. તેમાં શાહરૂખ ખાનના અપોજિટ અનુષ્કા શર્મા હશે.