Not Set/ સુરત/ રત્નકલાકારોની માંગને લઈને ધરણા યોજવામાં આવે તે પહેલા જ કોંગ્રેસનાં નેતા – કાર્યકરોની અટકાયત

સુરતમાં રત્નકલાકારોની માંગને લઈ કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. સુરતના વરાછા માનગઢ ચોક વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ ધરણા યોજી રસ્તા પર ઉતર્યા અને ત્યાંજ ઉપવાસ પર બેસવાનાં હતા, પરંતુ ધરણા યોજી ઉપવાસ પર બેસે તે પહેલા જ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી. સુરત પોલીસ દ્વારા વરાછા માનગઢ ચોક વિસ્તારમાંથી કોર્પોરેટર સહિતનાં ધરણા યોજી ઉપવાસ પર બેસવા આવેલા તમામ કાર્યકર્તાઓની […]

Gujarat Surat

સુરતમાં રત્નકલાકારોની માંગને લઈ કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. સુરતના વરાછા માનગઢ ચોક વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ ધરણા યોજી રસ્તા પર ઉતર્યા અને ત્યાંજ ઉપવાસ પર બેસવાનાં હતા, પરંતુ ધરણા યોજી ઉપવાસ પર બેસે તે પહેલા જ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.

સુરત પોલીસ દ્વારા વરાછા માનગઢ ચોક વિસ્તારમાંથી કોર્પોરેટર સહિતનાં ધરણા યોજી ઉપવાસ પર બેસવા આવેલા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. કોંગ્રેસનાં કાર્યકરોની પોલીસ દ્વારા ધરણા પૂર્વે જ અટકાયત કરી લેવામાં આવતા કોંગ્રેસ અને સ્થાનિકો સહિતના લોકોએ ઉહોપો મચાવ્યો હતો અને ભારે હુસાતુસી સાથે હંગામો મચાવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં કારણે સુરતમાં રત્નકલાકારોની હાલત બેહાલ બની છે. કોરોના માર્ગદર્શીકાને કારણે રત્નકલાકારોની રોજીરોટી છીનવાઇ ગઇ હોવાનું પ્રતિત થઇ રહ્યું છે. કોરોનાનાં કહેરમાં અનેક હીરાનાં કારખાના બંઘ છે તો ક્યાંક વેતનનાં પ્રશ્ન સળગી રહ્યા છે. રત્નકલાકારો વણઉકેલ્યા પ્રશ્નોનાં કારણે પોતાનાં વતનની વાટ પકડી છે.

ગાયે તેને હવે શું અને જે છે તેને અત્યારે શું નો પ્રશ્ન છે. રત્નકલાકારો અને લાગતા વડગતા એસોસિએસને સરકારમાં અનેક વખત મદદની  ગુહાર કરી લીધી છે. ત્યારે રત્નકલાકારોની વહારે આવી કોંગ્રેસ દ્રારા રત્નકલાકારોના માંગને લઇને ઘરાણા અને ઉપવાસ યોજવાની યોજના બનાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews