બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ અને અભિનેત્રી અદિતિ રાવ હૈદરી ટૂંક સમયમાં એક અનામી ફિલ્મમાં સાથે જોવા મળશે. ફિલ્મમાંથી તેમનો ફર્સ્ટ લુક આઉટ થઇ ગયો છે . જેને ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે. કાશ્વી નાયર આ આગામી ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.
લુકની વાત કરીએ તો જોન અબ્રાહમ ફુલ પંજાબી લુકમાં જોવા મળી રહ્યો છે અને અદિતિ રાવ હૈદરી પણ માથા પર દુપતો ઓઢીને સિમ્પલ લૂકમાં જોવા મળી રહીએ છે. આ મૂવીમાં બોર્ડરની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. આ બંને સાથે અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ સાથે જ નીના ગુપ્તા પણ જોવા મળશે.
તાજેતરમાં જ ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે અહેવાલ આપ્યો હતો કે “અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહની ફિલ્મનું શૂટિંગ 25 ઓગસ્ટ 2020 થી શરૂ થઇ રહ્યું છે. 10 દિવસનું શેડ્યૂલ હવે તૈયાર કરવામાં આવ્યું છે. પછી સપ્ટેમ્બરના છેલ્લા 4 દિવસ. શૂટ કરવાનું છે. ફિલ્મનું શીર્ષક હજી નક્કી કરવામાં આવ્યું નથી. “
ભૂષણ કુમાર, દિવ્યા ખોસલા કુમાર, કૃષ્ણ કુમાર, મોનિષા અડવાણી, મધુ ભોવાની, નિખિલ અડવાણી અને જ્હોન અબ્રાહમ મળીને આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન
