અભિનેત્રી હિના ખાન ઘણીવાર તેના ફોટોઝને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હિના ખાન આજકાલ તેના એક ફોટોના કારણે હેડલાઇન્સમાં છવાયેલી છે. આ ફોટો હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જેમાં તે ઘુંઘટમાં પોઝ આપતી નજરે પડી રહી છે. આ તસ્વીર જોઇને તેના પ્રશંસકો તેની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.
હિનાએ તસ્વી શેર કરતા કેપ્શન લખ્યું- ‘કેટલીક વાર પાછળ રહેવું ઠીક છે જ્યાં સુધી તમે આગળ જુઓ છો. ‘ હિનાની આ તસ્વીરને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લાઇક્સ મળી છે, જ્યારે કમેન્ટ્સનો સિલસિલો ચાલી રહ્યો છે. હિનાની પ્રશંસામાં, એક યુઝર્સે લખ્યું – હું તમારા આ લુકના વધુ ફોટોઝની રાહ જોઈ રહ્યો છું. સુંદર લાગો છો, જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું – સુંદર. આ સિવાય બધા યુઝર્સે હિના ખાનના લુક અને સ્ટાઈલની પ્રશંસા કરી છે અને પિક્ચરને સુંદર ગણાવ્યું છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો હિના ખાને તેની કારકિર્દીની શરૂઆત સ્ટાર પ્લસ સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ થી કરી હતી. આ પછી તેણે રિયાલિટી શો બિગ બોસ -11 માં પણ ભાગ લીધો હતો અને તે રનર-અપ રહી હતી. બિગ બોસ પછી હિના ખાન ‘કસૌટી જિંદગી કે -2’માં કોમોલિકાની ભૂમિકામાં જોવા મળી હતી. હિનાએ ફિલ્મ ‘હેકડ’થી બોલિવૂડમાં એન્ટ્રી પણ કરી છે. હિના ખાન કલર્સ ટીવીના લોકપ્રિય શો નાગિન -5 નો ભાગ પણ બની હતી. હિનાએ સુપર પાવર પર આધારીત આ શોમાં ‘આદિ નાગિન’ની ભૂમિકા નિભાવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
